વલસાડ પાસે ટ્રેનમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો,બાળકને પ્રાથમિક સારવાર બાદ CWC સમક્ષ રજૂ કરાયું

પ્રતીકાત્મક તસવીર:વલસાડ પાસે ટ્રેનમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો,બાળકને પ્રાથમિક સારવાર બાદ CWC સમક્ષ રજૂ કરાયું

વલસાડ પાસે ટ્રેનમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો,બાળકને પ્રાથમિક સારવાર બાદ CWC સમક્ષ રજૂ કરાયું

પ્રતીકાત્મક તસવીર:વલસાડ પાસે ટ્રેનમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો,બાળકને પ્રાથમિક સારવાર બાદ CWC સમક્ષ રજૂ કરાયું
પ્રતીકાત્મક તસવીર:વલસાડ પાસે ટ્રેનમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો,બાળકને પ્રાથમિક સારવાર બાદ CWC સમક્ષ રજૂ કરાયું

 

આજે ઘણા લોકો સંતાન પ્રાપ્તિ માટે અથાક પ્રયત્નો કરે છે

અને બાળકના મુખે થી માતા – પિતાના શબ્દો સાંભળવા માટે તરસે છે.

ત્યારે બીજી તરફ કેટલાક નિષ્ઠુર લોકો બાળકને મરવા માટે ત્યજી દેતા હોય છે.

આવો જ વધુ એક કિસ્સો આજે ફરી પ્રકાશમાં આવ્યો છે.

1લી સપ્ટેમ્બરના રોજ મુંબઈ તરફ જતી સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં સીટ નીચે નવજાત જન્મેલા બાળકનો રડવાનો અવાજ આવતા યાત્રીઓએ ચેક કરતા નજવત બાળકને RPFને સોંપવામાં આવ્યું હતું.

RPFની ટીમે બાળકને પ્રાથમિક સારવાર માટે ખસેડયા બાદ આજે CWCની ટીમ સમક્ષ બાળકને રાજુ કરવામાં આવ્યું હતું.

કાળજું કંપાવનારી ઘટના અંગે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલબેન સોલંકી (જૈન)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 1 સપ્ટેમ્બરના રોજ કચ્છ – ભુજથી બાંદ્રા તરફ જતી સયાજી નગરી ટ્રેન જયારે પાલઘર પહોંચી ત્યારે ટ્રેનના એક કોચમાં સીટ નીચેથી એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતા પેસેન્જરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

અને પોલીસે બાળકનો કબ્જો લઇ નજીકના શિશુગૃહમાં લઇ જવામાં આવ્યો હતો.

અને બાળકની મેડિકલ તપાસ કરાવતા ફરજ પરના તબીબે જણાવ્યું કે, આ બાળક આશરે ત્રણ કલાક પહેલા જન્મ થયો હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે ટ્રેનના પેસેન્જરોની તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ બાળકના રડવાનો અવાજ વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન બાદ પણ સાંભળવા મળ્યો હતો.

જેને લઈને પાલઘર શિશુગૃહથી આજે 23 દિવસ બાદ નવજાત બાળકની પ્રાથમિક સારવાર પૂર્ણ થતાં બાળકનો કબ્જો વલસાડ બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યો છે.

આ બાળકનું નામ સિદ્ધાંત રાખવામાં આવ્યું છે. જેને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં શિશુગૃહ ખાતે મોકલવામાં આવ્યો છે.

ત્યારે એક તરફ જન્મના માત્ર ત્રણ કલાકમાં જ આ માસુમ બાળકને ટ્રેનના કોચમાં ત્યાજી દેનાર લોકો કેટલા નિષ્ઠુર હશે તે કલ્પના કરવું પણ એક ક્ષણે મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp