ચૂંટણી આવતા જ પોલીસને દેશી દારૂ દેખાયો. જિલ્લામાં 24 કલાકમાં 62 ગુના
પોલીસ મથકોના દરરોજ પાંચથી સાત જેટલા ગુના નોંધવા માટે ટાર્ગેટ આપી દેવાયો
ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જતા ની સાથે પોલીસને પણ પ્રોહિબિશનની કામગીરીનો દરરોજ રિપોર્ટ ચૂંટણી તંત્રને આપવાનું હોય છે
ત્યારે જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પોલીસને હવે દેશી દારૂની હાટડીઓ દેખાય છે
છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં દેશી દારૂના 62 થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે
હજી આગામી દિવસમાં પણ આ ઝુંબેશ આંકડાઓ બતાવવા માટે ચાલુ જ રાખવામાં આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે
જોકે તેને અટકાવવા માટે અલગ અલગ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હોવાના દાવાનો દર વખતે ચૂંટણી વખતે થતા રહે છે
પરંતુ ચૂંટણી સમયે દારૂની રેલમછેલ થતી જોવા મળતી હોય છે
હાલ ચૂંટણીની જાહેરાત થઈ જતાની સાથે પોલીસને પણ પ્રોહિબિશનની કામગીરી બતાવવા સૂચના આપવામાં આવી છે
જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમથી દેશી દારૂની હાટડીઓ પોલીસને દેખાવા લાગી છે
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન એક થી પાંચ લીટર દેશી દારૂના 62 થી વધુ ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે
જિલ્લાના પોલીસ મથકોને દરરોજ પાંચથી દસ જેટલા ગુનાઓ દારૂ સંદર્ભે દાખલ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે
ચૂંટણી દરમિયાન પોલીસ કામ કરી રહી છે તેઓ આંકડો બતાવવા માટે આ કામગીરી થઈ રહી હોવાનું લાગી રહ્યું છે
હજી આગામી દિવસમાં પણ આજુ બીજ ચાલુ રાખવામાં આવશે
પોલીસના દરોડાની કાર્યવાહી છતાં ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે
એટલું જ નહીં ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ દારૂના વેચાણ ચલણ પણ વધતું જશે
જો ખરા અર્થમાં પોલીસ દેશી દારૂ હટાવવા માટે કામ કરતી હોય
તો ચૂંટણી સમયે આ પ્રકારની ઝુમ્બિસ શરૂ કરવાની કોઈ જરૂર જ પડે તેમ નથી