બાયડના વાત્રકમાં કોલેજના પાછળના ભાગેથી પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરી

અરવલ્લી જિલ્લામાં મૃતદેહો મળવાનો શીલસિલો યથાવત છે. ત્યારે આજે બાયડના વાત્રક ગામે વધુ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
બાયડના વાત્રક પાસે આવેલ કોલેજના પાછળના ભાગે આવેલ જાડી જાખરામાં કોઈ પુરૂષની લાશ હોવાની જાણ આસપાસના લોકોને થતા પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે આવીને જોયું તો બહુ દિવસનો કહોવાયેલ મૃતદેહ હતો. આ મૃતદેહની ખોપડી અલગ હતી અને ધડથી નીચેનો ભાગ હતો જ નહીં.
ત્યારે આ મૃતદેહ બહુ દિવસ પહેલાનો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાતું હતું.
હાલ મૃતદેહને પ્લાસ્ટિકના મોટા ઝબલામાં ભરી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
ત્યારે બાયડ પોલીસે મૃતદેહ અંગે વધુ તપાસ હાથ ધરી છે.