સંતરામપુર નગરના વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર ને વિરોધ પક્ષના નેતા નગર પાલિકાના ગેટ પર ઉપવાસ પર ઉતર્યા…

સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરમાં આવેલ સંતરામપુર નગરના વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર ને વિરોધ પક્ષના નેતા મનુભાઈ નાથાભાઇ વણકર ગઈકાલે વ્હેલી સવારથી જ નગર પાલિકા ના ગેટ પાસે વિવિઘ માંગણીઓ લઈ ઉપવાસ પર ઉતર્યા હતા
અને તેવો એ મિડીયા સમક્ષ પોતાની માંગણીઓ વિશે જણાવ્યું હતું કે નગરપાલિકા સંતરામપુર દ્વારા
મરઘાંકેંદ્ર પાસે બનાવાયેલા આવાસની ગેરરીતિઓની તપાસ તથા કોટ રીપેરીંગ થાય તથા
વણકર વાસનો રોડ
વણકર સમાજની વાડીના મકાનનાં ધર/દુકાન ના નંબરો પડતા નથી.
તેની જાણ કુબેર ડિંડોર સાહેબ ને પણ જાણ કરી હતી.
તેમ છતાં પણ કોઈ કાયઁવાહી કરાતી ના હોઈ તથા
પુસ્તકાલય જર્જરીત અવસ્થા માં હોઇ
તેને નવેસરથીબનાવવાનીમાંગ કરેલ તથા સંતરામપુર પોસ્ટ ઓફીસ તરફ જવાનો રસ્તો બનાવવો ને
સફાઇ કામદારના પ્રશ્નો વહેલી તકે ઊકેલ લાવવા ને
ટાઉનહોલ 3 કરોડના ખર્ચે બન્યો
જે પ્લાન એસ.ટી.મેન મુજબ બન્યો નથી અને ધન કચરાનો ભરાવ શરૂ થયો નથી ને આ કામગીરીમાં થયેલ ગેરરીતિ ઓની તપાસ થાય.
તથા રીલાયન્સ થી શાક માર્કેટ તરફ જવાનો રસ્તો બને એક વરસ માં ભંગાર થયેલ હોવાં છતાં કોનટાકટર દ્વારા રીપેર કરી બનાવેલ નથી.
તથા નગર પાલિકામાં કરાર આધારિત કર્મચારીની મુદ્દત પૂરી થઈ હોય તેવા કર્મચારી નેઆજ દિન સુધી છુંટાકર્યા નથી.
ને હાલ ચાલુ રાખ્યા છે તો કયા હુકમથી કોના કહેવાથી તે નીતપાસ થાય.
તથા ભૂગર્ભ ગટરયોજના લાંબા સમયથી સંતરામપુર નગરમાં ચાલુ થઇ નથી.
તેની તપાસ થાય તથા સંતરામપુર નગરમાં સમશાન નું કામ એક મહિનાથી ચાલુ થયુ નથી.
તે કામ ને માલસામાન ગુણવત્તા યુકત વપરાય . નીવિવિધ માંગણીઓ લઈ સંતરામપુર ના વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા મનુભાઈ નાથાભાઇ વણકર જેવો પોતે એકલા નગર પાલિકાના ગેટ પાસે વહેલી સવારથી જ ધરણા ઉપવાસ પર બેઠા હતા.