બ્રિજની ટિકિટ પર જીએસટી ચોરી ના કૌભાંડ અંગે ઓરેવા ની તપાસ શરૂ

મોરબી જુલતા બ્રિજ પર ઓરેવા ગ્રુપ દ્વારા આપવામાં આવતી એન્ટ્રી ટિકિટ ઉપર જીએસટીનું મોટું કૌભાંડ હોવાની શક્યતા સામે આવી છે
એન્ટ્રી ટિકિટમાં ગ્રાહકો પાસેથી લેવામાં આવતી રકમમાં જીએસટી ભરવામાં આવતું ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે
ઓરેવા ગ્રુપ દ્વારા આપવામાં આવતી એન્ટ્રી ટિકિટ ઉપર ક્યાંય પણ જીએસટી નંબર લખવામાં આવ્યો નથી
સામાન્ય રીતે એન્ટ્રી ટિકિટ પર લેવામાં આવતો 18 ટકા જીએસટી નો ઉલ્લેખ કરવાનો હોય છે
પરંતુ ટિકિટ ઉપર કોઈ નંબરનો ઉલ્લેખ ન હોવાથી આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે