વડાપ્રધાનની મુલાકાત સમયે દર્દીઓના પાટાઓનો વિકાસ થયો હતો: શંકરસિંહ વાઘેલાનો કટાક્ષ

મોદીની મુલાકાત સમયે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીની ઇજા પર રાતો રાત ત્રણ ઇંચ ની પટ્ટી કેવી રીતે 12 ઇંચ ના પ્લાસ્ટર પાટામાં ફેરવાય
તે અંગે સવાલો ઉઠાવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબી પુલ હોનારતમાં બચી ગયેલા
અને હાલ ત્યાંની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા
દર્દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમય રાતોરાત બાંધવામાં આવેલા
પ્લાસ્ટરના પાટા અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે તંત્રએ એ વાતનો ખુલાસો કરવો જોઈએ કે દર્દીની બે ઇંચની પટ્ટી રાતો રાત બાર ઇંચ ના પ્લાસ્ટર ના પાટામાં કેવી રીતે ફેરવાઈ ગઈ
મોદી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવે તે પહેલા રાતોરાત દર્દીને વધારાની પાટા પીંડી કરી દેવામાં આવી હતી નોંધનીય છે
કે પુલ હોનારતમાં બચી ગયેલા અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની ખબર પૂછવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પહોંચ્યા હતા.
જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સામેલ છે
તેવો ગત ૩૧મી ના રોજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા
અને ઘાયલ દર્દીઓની ખબર પૂછી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલની વડાપ્રધાનની મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ રાતે રાત થયેલા
ફેર બદલો અંગે સવાલો ઉઠાવ્યા હતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં હું જે દર્દીને મળ્યો હતો
તેને સામાન્ય ઇજા હતી તે સમયે આ દર્દીને ત્રણ ઇંચની પટ્ટી લગાવવામાં આવી હતી
એટલું જ નહીં દર્દીને પથારી પર સૂઈ રહ્યો હતો તેની ચાદર અને ઓશીકા પણ ગંદા હતા
પણ રાતોરાત સિવિલ હોસ્પિટલના રંગ રૂપ એવી રીતે બદલાયા જાણે કોઈના લગ્નનો સમારંભ હોય
રાતોરાત ત્રણ ઇંચ ની પટ્ટી 12 ઇંચ ના પ્લાસ્ટર પાટામાં ફેરવાઈ ગઈ જે દેશના વિકાસની જેમ હતું પાટણનું પણ આવી રીતે વિકાસ કરાયો હતો
જે દર્દીને પ્લાસ્ટર નો પાટો બાંધવામાં આવ્યો હતો તેને કોઈ ફેક્ચર ન હતું
લોકોને મૂર્ખ બનાવવા માટે આ રીતે કામ કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું
કે સિવિલ હોસ્પિટલમાં જે 26 નંબરના દર્દી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી
તેની સાથે મેં પણ વાત કરી હતી તે સમયે તેને બે ઇંચ ની જ પટ્ટી લગાવેલી હતી
પણ મોદીની મુલાકાત સમય મેં જોયું તો આ દર્દીને 12 ઇંચ નો પ્લાસ્ટર નો પાટો બાંધી દેવામાં આવ્યો હતો.
જે નવાઈ પમાડનાર છે રાતો રાત કોઈની ઈજા આટલી મોટી કઈ રીતે થઈ શકે
શંકરસિંહ વાઘેલાએ કેવડિયા ખાતે મોદી દ્વારા હેટ પહેરવાની ઘટનાની પોર્ટ ટીકા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 135 લોકો પુલ હોનારતમાં મારા ગયા હતા
અને તમે હેટ પહેરીને આવ્યા હતા.
તમે આ હોનારત માટે જવાબદાર છો તમારે ઓછામાં ઓછું હેટ તો ઉતારી નાખવાની જરૂર હતી