મોરબીમાં ઓરેવા ,ધ્રાંગધાની દેવ પ્રકાશ કંપનીમાં સર્ચ ,રીપેરીંગ ના દસ્તાવેજ જપ્ત

મોરબીમાં 135 મો ભોગ લેનારી ઝૂલતાપુલની ઘટના બાદ પોલીસે ટેકનીકલ સહિતના પુરાવા એકત્ર કરવા માટે બુધવાર અને ગુરુવારે મોરબીમાં ઓરેવા તેમજ
રીપેરીંગ કરનારી ધ્રાંગધાનીદેવી પ્રકાશ કંપનીમાં સર્ચ કરી દસ્તાવેજો જપ્ત કર્યા છે
બીજી બાજુ જય સુખ પટેલ પણ આ દુર્ઘટના માસંડોવાયેલા હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થતા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે
જુલતા પુલમાં 2022 અને 2007માં પણ ફેબ્રિકેશન સહિતનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.
આથી બંને વખતે કોને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો?
અને તેમાં કયું મટીરીયલ વાપરવામાં આવ્યું?
અને આ મટીરીયલ્સ રીપેરીંગ નું કામ કરનાર કંપનીએ ક્યાંથી ખરીદ કર્યું હતું ?
અને કેટલા રૂપિયામાં ખરીદ કર્યું હતું?
તેના બિલ અને ઓરેવા તેમજ દેવ પ્રકાશ કંપની વચ્ચે થયેલા કરારના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે
મોરબીની દુર્ઘટના ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ ફરાર