જામનગરમાં વ્યાજે લીધેલા 3 લાખના આઠ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ કંટાળીને યુવકે પોલીસ નું સરણ લીધું
જામનગર ટાઉનહોલ પાસે મોબાઈલની દુકાન ધરાવતા એક યુવાને પોતાની જરૂરિયાત માટે અબર ચોકડી પાસે આવેલા
યસ મોબાઈલ વાળા રાજુભાઈ ગોહિલ પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ પ્રતિ દિવસે ત્રણ હજાર વ્યાજ પેટે આપવાની શરતે લીધા હતા
ત્યારે આ યુવા કે રૂપિયા 8.40 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર શખ્સે યુવાનને ધાક ધમકી આપી
વધુ રૂપિયાની માંગણી કરી હતી જેને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે
જામનગરની સુપર માર્કેટ પાસે આવેલા વાણ દસરીમાં રહેતા અને ટાઉનહોલ પાસે નિશિત મોબાઈલ નામની દુકાન ધરાવતા
નિશ્ચિત સુરેશભાઈ મજેઠીયા નામના યુવાને આજથી દોઢ વર્ષ પૂર્વે પોતાના ધંધાની જરૂરિયાત માટે અબર ચોકડી પાસે આવેલી યસ મોબાઈલ વાળા રાજુભાઈ ગોહિલ નામના શખ્સ પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ વ્યાજ લીધી હતી.
પ્રતિ લાખ દીઠ એક દિવસના 1000 મળી કુલ ત્રણ લાખના એક દિવસના 3000 રૂપિયા વ્યાજ આપવાની શરતે આરોપી રાજુભાઈએ નિશિત ને ત્રણ લાખની રકમ આપી હતી
આ રકમ ઉપર નીસીતે 14 મહિના સુધી રૂપિયા 8 લાખ 40 હજાર જેટલી રકમ ચૂકવી દીધી હતી
ત્યારબાદ ધંધો નહીં ચાલતા ત્રણ લાખની રકમ પણ ચૂકતે કરવામાં મુસીબત શરૂ થઈ હતી
જેને લઈને રાજુભાઈ અવારનવાર નિશિત પાસે આવીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા
તેમ જ જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ એવી પણ રાજુએ ધમકી આપી હતી.
આ બનાવો અંગે નિશ્ચિત એ આરોપી રાજુ ગોહિલ સામે ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ તેમજ ધાક ધમકી સંબંધની ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પૂર્વે પણ નિશિતે પોતાના ધંધાની જરૂરિયાત મુજબ આરોપી રાજુ પાસેથી રૂપિયા ત્રણ લાખ આ જ પ્રમાણે વ્યાજે લીધા હતા.
સાત મહિના સુધી રૂપિયા 6.30 લાખ ચૂકતે કરી દીધા હતા ત્યારબાદ વધુ રૂપિયાની જરૂર પડતા ફરીથી ત્રણ લાખની રકમ વ્યાજ લીધી હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું છે
જામનગરના સુપર માર્કેટ સામે વાળંદ શેરીમાં રહેતા નિશ્ચિત સુરેશભાઈ મજેઠીયા એ ટાઉનહોલ સામે આવેલા શ્રીધન એપાર્ટમેન્ટમાં રહેતા
તેમજ યસ મોબાઈલ ના માલિક રાજુ ગોહિલ પાસેથી દોઢ વર્ષ પહેલાં ત્રણ લાખની રકમ વ્યાજ લીધી હતી.
આ રકમ 14 મહિનામાં વ્યાજ સહિત ₹8,40,000 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર રાજુ દ્વારા આ મૂળ રકમની ઉઘરાણી માટે વેપારી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી
આથી સીટી એ ડિવિઝન પોલીસે રાજુ ગોહિલ વિરુદ્ધ આઈ.પી.સી કલમ 506 તથા મની લેન્ડર્સ એક્ટ કલમ 5 અને 33 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે