ખોડલા ગામ થી લેબલિયા વાસ પ્રાથમિક શાળા સુધી રસ્તો બનાવવા લોકોની માંગ…..
પાકો રસ્તો નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી લેબલિયા વાસના લોકોની ચીમકી……
કાંકરેજ તાલુકાના ખોડલા ગામે 3 થી 4 કિલોમીટરના અંતરે લેબલિયા વાસ પ્રાથમિક શાળા આવેલી છે
જોકે ઘણા સમયથી ખોડલા થી લેબલિયા વાસને જોડતા રસ્તા ની સમસ્યા લઈને અનેક રજૂઆત કરવા છતાં પણ રસ્તો બેકાર હાલતમાં જોવા મળી રહ્યો છે.
જેને લઈને લેબલિયા વાસના લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
લેબલિયા વાસના લોકો પશુ અને ખેતી સાથે સંકળાયેલા છે
ચોમાસામાં રસ્તામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
જોકે પાકો રસ્તો બનાવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી સૂત્રોચાર કર્યા હતા.
ખોડલા થી લેબલિયા વાસ પ્રાથમિક શાળા સુધી રસ્તો બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે….