દેવગઢ બારીયા ની બેઠક પર એનસીપીના જયંત બોસ્કીએ દસ કરોડમાં ખેલ પાડ્યો

દેવગઢ બારીયા ની બેઠક પર એનસીપીના જયંત બોસ્કીએ દસ કરોડમાં ખેલ પાડ્યો

પ્રતીકાત્મક તસવીર:દેવગઢ બારીયા ની બેઠક પર એનસીપીના જયંત બોસ્કીએ દસ કરોડમાં ખેલ પાડ્યો
પ્રતીકાત્મક તસવીર:દેવગઢ બારીયા ની બેઠક પર એનસીપીના જયંત બોસ્કીએ દસ કરોડમાં ખેલ પાડ્યો

 

 

ભાજપના ઉમેદવાર બચુના રાઈટ હેન્ડ ને ટિકિટ પધરાવીને તે ફસકી ગયો

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલે દેવગઢબારીયા ના બેઠક ઉપર ભાજપ સાથે દસ કરોડમાં ખેલ પાડ્યો છે

આ પ્રકારના ગંભીર આક્ષેપ સાથે એનસીપી યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોએ બુધવારે અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક દેખાવો યોજ્યા હતા.

જેમાં જયન્ત બોસ્કી હાય હાય ના નારા લગાવ્યા હતા દેવગઢ બારિયામાં ભાજપના ઉમેદવાર બચ્ચું ખાબડના રાઈટ હેન્ડ ગણાતા ને ગોપસિંઘ લવારને જાણે બુજીને મેન્ડેટ આપીને ઉમેદવારી પાછી ખેંચી લેવાનો ખેલ પડાયો છે

આ સમગ્ર પ્રકરણમાં જયંત પટેલ નું પ્રદેશ પ્રમુખ પદેથી તાત્કાલિક રાજીનામું લેવા માટે એનસીપીના આગેવાનોએ જ રાષ્ટ્રીય અધ્યક્ષ સરદ પવારને પત્ર લખ્યો છે

એનસીપીના આગેવાનોના કહેવા પ્રમાણે જયંત પટેલ ના ઉમેદવાર પસંદગીના નિર્ણયના કારણે એનસીપીની બદનામી થઈ છે

આ બેઠક પર ટિકિટ માટેના જે મજબૂત ઉમેદવાર હતા તેમને જાણીબુઝીને ટિકિટ અપાય નથી ગોપસીંગને ઉમેદવારી સોંપી

ત્યારે જ કાર્યકરોમાં નારાજગી હતી કારણ કે ભાજપના ઉમેદવાર બચુચનો તે રાઈટ હેન્ડ મનાય છે

ગોપસીંગ ભાજપના જ બક્ષીપંચ મોરચાનો પ્રમુખ હતો એનસીપી ના હોદ્દેદારને આ બેઠક પર સારી પકડ હતી

તેમ છતાં બહારના વ્યક્તિને મેન્ડેડ આપી દેવાયું હતું

એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે બપોરે બે વાગ્યે બારોબાર ફોર્મ પાછું ખેંચી લીધું હતું

અને ફોન સ્વીચ ઓફ કરી દઈ ભાગી ગયો હતો પાર્ટીના સભ્ય એનસીપીમાં અવગણના કરવામાં આવી રહી છે

સમગ્ર ખેલમાં ખુદ એમસીપીના પ્રમુખ જયંત પટેલ ઉફે બોસકી એ ગોઠવણ પાડી છે

ભાજપ સાથે 10 કરોડમાં ખેલ પડાયો હોવાનો આક્ષેપ ખુદ એનસીપીના આગેવાનો અને કાર્યકરો કરી રહ્યા છે

પ્રદેશ પ્રમુખે જ એમસીપી સાથે ગદ્દારી કરી છે

ગુજરાત કોલેજ નજીક યોજાયેલા આ દેખાવના કાર્યક્રમમાં 50 જેટલા કાર્યકરો આગેવાનોએ જયન્તબોસકી હાય હાય ના સુત્રો કર્યા હતા

 

 

રિપોટર:   પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp