મહીસાગરમાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ રમીલા ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો; પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં
![પ્રતીકાત્મક તસવીર:મહીસાગરમાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ રમીલા ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો; પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં](https://cpnews24.in/wp-content/uploads/2022/10/15-8.webp)
મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ 42 પાટીદાર સમાજવાડી લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે વિવિધ વિભાગોના રૂ. 25.48 કરોડના 981 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રૂ. 25.48 કરોડના 981 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત રૂ. 6.99 કરોડના કુલ 1 કામનું ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રૂ. 6.98 કરોડના કુલ એક કામનું ખાતમુહૂર્ત,
સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) અંતર્ગત રૂ. 3.39 કરોડનું 376 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 3.26 કરોડના 232 કામોનું લોકાર્પણ, પંચાયત,
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત રૂ. 1.51 કરોડના 190 કામોનું ખાતમુહૂર્ત અને 0.94 કરોડના 162 કામનું લોકાર્પણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રૂ. 1.94 કરોડના પાંચ કામોનું લોકાર્પણ અને આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત રૂ. 0.47 કરોડના 14 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આજના સમયમાં બહેનો દરેક ક્ષેત્રમાં આગળ: રમીલા ડામોરે
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોરે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં બહેનો માત્ર ઘરનું કામ જ કરતી
પરંતુ આજના સમયમાં બહેનો દરેક ક્ષેત્રમાં આગળ છે.
પોષણસુધા યોજના અંતર્ગત આવનારું બાળક કુપોષિત ન રહે તે માટે પણ સરકાર ચિંતા કરે છે.
ગુજરાતના નાગરિકોને ડબલ એન્જિનવાળી સરકારથી સીધો લાભ મળી રહ્યો છે
અને છેવાડાના નાગરિકો સુધી વિવિધ યોજના-વિકાસ કામોનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે.
મહીસાગર જિલ્લો મહેસૂલ, માર્ગ-મકાન, આરોગ્ય, પાણી-પુરવઠા, ઊર્જા, શિક્ષણ અને પ્રવાસનની સાથે અનેકવિધ ક્ષેત્રોમાં સર્વગ્રાહી, સર્વાંગી અને સાતત્યપૂર્ણ વિકાસની એક નવી કેડી કંડારી વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે.
નાગરિકોને આરોગ્યની અદ્યતન સારવારો મળતી થશે: જીગ્નેશ સેવક
આ કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવકે જણાવ્યું કે, જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે સિવિલ હોસ્પિટલની મંજૂરી મળી ગઇ છે.
જેનું બાંધકામ પ્રગતિ હેઠળ છે અને હવે હાલમાં પૂર્ણતાના આરે છે.
જે પૂર્ણ થતાં આગામી સમયમાં લુણાવાડા ખાતે જિલ્લાના નાગરિકોને સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની અદ્યતન સારવારો મળતી થઇ જશે.
રસ્તાઓની ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે
અને કોઈ પણ ગામ રસ્તાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર ચિંતા કરી રહી છે.
સરકારે સર્વ સમાજને સાથે રાખીને સૌના સાથ-સૌના વિકાસના મંત્રની સાથે સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ થકી
આજે વિશ્વાસની વણથંભી વિકાસ યાત્રા આપ સૌ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં જોઇ શકો છો.