લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતે માઁ મહીસાગર ગરબા મહોત્સવમાં ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા, ફિલ્મ-એક્ટ્રેસ આરોહી પટેલે લોકો સાથે સેલ્ફી લઈ ઉત્સાહ વધાર્યો
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઇન્દિરા મેદાનમાં બે વર્ષ બાદ આ વર્ષે મા મહીસાગર નવરાત્રી સમિતિ તથા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મા મહીસાગર ગરબા મહોત્સવનું આયોજન કરવા આવ્યું છે.
છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી હતી,
જેથી ગરબા યોજાયા ન હતા. પરંતુ આ વર્ષે મહામારી ઓછી થઈ જતા હવે રાજ્યભરમાં ગરબા યોજાઈ રહ્યા છે.
જેથી ખેલૈયાઓમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે.
ત્યારે આજે પાંચમા નોરતે ઇન્દિરા મેદાન લુણાવાડા ખાતે યોજાઈ રહેલા ગરબા મહોત્સવમાં જાણીતા ગુજરાતી ફિલ્મ સ્ટાર આરોહિ પટેલે ખેલૈયાને મોજ કરાવવા માટે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુપર સ્ટાર આવતા હોય જેથી તેઓને જોવા અને સાંભળવા મોટી સંખ્યમાં લોકો ઉમટી પડતા હોય છે
ત્યારે તેવું અહીંયા પણ બન્યું હતું આરોહિ પટેલ ને જોવા ખૂબ મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા
બાદમાં ગરબા યોજાયા હતા
જેમાં અલગ અલગ રંગના ટ્રેડિશનલ પોશાક માં સજ્જ થઈને ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા હતા
અને આખા મેદાન ના ફરતે ગોળ ગોળ ગરબે ગુમતા ખેલૈયાઓ થી પંચમાં નોરતાની રાત ખીલી ઉઠી હતી.