ઓઢવમાં ચાલતા જતાં વૃદ્ધાનો સોનાનો દોરો તોડી બે સ્નેચર બાઈક પર ફરાર થઈ ગયા
![પ્રતીકાત્મક તસવીર:ઓઢવમાં ચાલતા જતાં વૃદ્ધાનો સોનાનો દોરો તોડી બે સ્નેચર બાઈક પર ફરાર થઈ ગયા](https://cpnews24.in/wp-content/uploads/2022/10/4-12.webp)
નિકોલ અક્ષરદીપ ટેનામેન્ટમાં રહેતાં કુસુમબહેન રમેશચંદ્ર ઓઝા (ઉં.60) 18 ઓક્ટોબરે સાંજે 5.30 વાગે ઓઢવ શ્રદ્ધા બંગ્લોઝ પાસેથી ચાલતાં જઈ રહ્યાં હતાં
ત્યારે બાઇક પર આવેલા બે સ્નેચરો શ્રદ્ધાબહેનના ગળામાંથી રૂ.30 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ભાગી ગયા હતા.
આ અંગે શ્રદ્ધાબહેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે પીએસઆઈ એ.ડી. ભટ્ટે જણાવ્યું હતું કે, જે જગ્યાએ ઘટના બની હતી
તેની આસપાસના રોડના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું છે.