સાબરમતીમાં મૂકબધીર યુવતી પર કોલકાતાના વિધર્મીએ દુષ્કર્મ આચર્યું, પીડિતાની માતા ઘરે આવતાં પકડાયો
સાબરમતી પોલીસે મૂકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કોલકાતાના વિધર્મી યુવકની ધરપકડ કરી છે.
આરોપીએ યુવતીને ઘરમાં એકલી જોઈને દુષ્કર્મ આચર્યું હતું.
જોકે આ દરમિયાન યુવતીની માતા આવી જતાં આરોપી ઝડપાઈ ગયો હતો.
સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો
પોલીસ વિધર્મી યુવક અરશદઅલી શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીએ એક મૂકબધીર યુવતી પર બળાત્કાર ગુજાર્યો છે.
ઘટના વાત કરીએ તો સાબરમતી વિસ્તારમા બપોરના સમયે મૂકબધીર યુવતીની માતા બહાર ગઈ હતી.
જેથી ઘરમાં મૂકબધીર યુવતી એકલી હતી અને તે સમયે સાબરમતી વિસ્તારમાં રહેતા અરશદઅલી યુવતીના ઘર નજીકથી પસાર થતો હતો,
ત્યારે યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈને આરોપી ઘરમા ઘૂસી ગયો અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
આ દરમિયાન યુવતીના માતા ઘરે આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.
યુવતીની માતા ચોર-ચોરની બૂમ પાડી
પોલીસની તપાસ સામે આવ્યું છે કે, આરોપી મૂળ કોલકાતાનો રહેવાસી છે
અને છેલ્લા 3 મહિના પહેલા જ અમદાવાદમાં મજૂરી કરવા માટે આવ્યો હતો.
21 વર્ષના આ આરોપી અરશદઅલી મુકબધીર યુવતીના ઘર નજીકથી અવાર-નવાર નીકળતો હતો.
આ યુવતી માનસિક અસ્થિર હોવાનું જાણતો હતો.
જેથી યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ હતું.
યુવતીની માતા આવી જતા આરોપી શર્ટ પહેરીને નાસી ગયો હતો.
યુવતીની માતાને ચોર લાગ્યો હોવાથી બૂમાબૂમ કરી હતી
અને લોકોએ તેને પકડીને માર માર્યો હતો.
પરંતુ ઘરે યુવતીને જોતા તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
જેથી સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.