કાંકરિયા પબ્લિક સ્કૂલમાંથી કોમ્પ્યૂટર સહિત 1 લાખની ચોરી
કાંકરિયા પબ્લિક સ્કૂલની સાયન્સ લેબોરેટરીમાં કોઈ અજાણ્યો શખ્સ ઘૂસી કોમ્પ્યૂટર સહિત કુલ રૂ.1 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
વેજલપુરમાં રહેતા અને કાંકરિયાની ગુજરાતી શાળાના પ્રિન્સિપાલ નીતાબેન ભદ્રેશા ઘરે હતા,
ત્યારે તેમની અંગ્રેજી સ્કૂલના પ્રિન્સિપાલ વૈશાલીબેનનો ફોન આવ્યો કે, સ્કૂલની સાયન્સ લેબોરેટરીમાં ચોરી થઈ છે.
જેથી નીતાબેને તાત્કાલિક સ્કૂલે પહોંચી તપાસ કરતાં જણાયું કે, સોમવારે રાતના સમયે કોઈ અજાણ્યા શખ્સે સ્કૂલનો દરવાજો ખોલી લેબોરેટરીમાં પ્રવેશીને કોમ્પ્યૂટરની એલઈડી,
સીપીયુ, માઉસ, પ્રોજેક્ટર, સ્પીકર, માઈક, લોખંડની ટ્રોલી સહિત રૂ.1 લાખની મતાની ચોરી કરી હતી.
આ અંગે નીતાબેને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.