મોહસીને આઝમ મિશન દ્વારા યૌમે મૂહામીદ અશરફ નિમિતે 2 ટન ઘઉં ના લોટ નું જરૂરતમંદ પરિવારો માં વિતરણ કરવામાં આવ્યું

સેવાકીય પ્રવૃત્તિઓ માં સદા અગ્રેસર રહેતી સંસ્થા મોહસીને આઝમ મિશન દ્વારા આજે એક મહાન સૂફીસંત સૈયદ મૂહામીદ અશરફ ની યાદ મનાવવા માં આવી હતી
મોહસીને આઝમ મિશન ના સંસ્થાપક સૈયદ હસન અસકરી સાહેબે એક લાઈવ પ્રોગ્રામ માં મિશન ની તમામ બ્રાન્ચના કાર્યકરો ને સેવાકીય પ્રવૃત્તિ કરી ને ઉજવણી કરવા અપીલ કરી હતી
તેના ભાગ રૂપે આજે મોડાસા ખાતે મિશન દ્વારા 2 ટન આંટા નું વિતરણ 10 કિલો ની બેગ બનાવી ને વિસ્તારોમાં જઈ ને 200 પરિવારો સુધી પોહચાડી હતી
મિશન ના એ ટી એસ ઇન્ચાર્જ આસિફ ખાનજી ગુલામનબી બાંડી ઉપ પ્રમુખ હાજી સાબિર ખોખર,ખતના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ઝાકીર બાંડી,
હાજી મુસ્તાક ઘોરી,ઝાહીદ બાંડી અશરફી મોહયુદ્દીન સુથાર ઇદરિસ ભાઈ અને મિશન ના મેમ્બર્સ એ ઉપસ્થત રહી ને વિતરણ કર્યું હતું
મોડાસા મિશન ના પ્રમુખ સૈયદ આશીકે રસુલ સેક્રેટરી ઈમ્તિયાઝ બાંડી અને અરવલ્લી મહીસાગર ના નિગરાન આરીફ સિંધવા ની નિગરાની માં વસ્તુ યોગ્ય લોકો સુધી પોહચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર પ્રોજેક્ટ ને પૂર્ણ કરવાની જવાબદારી એ ટી એસ ઇન્ચાર્જ આસિફ ખાનજી એ લીધી હતી