બારેમાસ મોટા મોટા મંદિરોની કરોડો રૂપિયાની આવક તેમજ પાંચ વર્ષ થતી ચૂંટણીમાં અબજ રૂપિયાનો ખર્ચો ..?કોના બાપની દિવાળી..?
એટલા માટે જ તો કહેવાય છે ને મેરા ભારત મહાન
મંદિરોમાંથી થતી કરોડો રૂપિયાની આવકમાંથી કયા ગરીબનું ભલું થયું છે તે બતાવો
કરોડો રૂપિયાની આવક ધરાવતા મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા જો એક એક ગામડાઓને દત્તક લઈ આ ગામડાઓમાં સુવિધાઓ વધારે તો આપણો દેશ સોને કી ચીડિયા જેવો થઈ શકે તેમ છે પણ
ચૂંટણી સમયે કરોડો રૂપિયા ખર્ચ અને સત્તાધારણ કર્યા બાદ અબજ રૂપિયામાં આરોળતા ઉમેદવારો જરા વિચારો કરોડો રૂપિયા ખર્ચ્યા એના કરતા
આ કરોડો રૂપિયા ગરીબો પાછળ ખર્ચા હોત તો આજે આપણું ભારતદેશ ક્યાં નો ક્યાં હોત
મોટા મોટા મંદિરોમાં થતી કરોડો રૂપિયાની આવકથી કોને ફાયદો થાય છે શું ઈશ્વરને રૂપિયાની જરૂર છે
કે ભક્તિની અરે મંદિરોમાં રૂપિયા સોના ચાંદીનું દાન કરવા કરતા કોઈ ગરીબને રૂપિયા અનાજ પાણીની મદદ કરો તો ઈશ્વર પણ રાજી થશે
ચૂંટણી જીત્યા બાદ નફટ ચામડીના ઉમેદવાર ચૂંટણી ટાણે ખર્ચેલા કરોડો રૂપિયા કઈ રીતે ડબલ કરવાની ફિરાગમાં હોય છે
અને સમય જતા આ નફટ ચામડીના ઉમેદવારો ખર્ચેલા કરોડો રૂપિયાની રકમ અબજ રૂપિયામાં ફેરવી નાખે છે અને ગરીબ પ્રજાનું લોહી ચૂસતો રહે છે
લોકસભા વિધાનસભા ગ્રામ પંચાયત નગરપાલિકા સહિતની ચૂંટણીઓમાં અબજો રૂપિયા ખર્ચે સત્તાધારણ કરનારાઓ માંથી કયા સાંસદ ધારાસભ્ય સરપંચ કોર્પોરેટરે ભારત દેશને દેવા મુક્ત બનાવવાનું બીડું ઝડપી છે લોક પક્ષ