જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી

 

માનનીય સાંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન

*ગામોને જોડતા મુખ્ય માર્ગો ડામરના ન હોય તો સત્વરે ડામરના બનાવવા સાંસદશ્રીની સુચના…..

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

માનનીય સાંસદશ્રી ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને આયોજીત આ મીટીંગમાં કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે

તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ(દિશા) કમિટીની બેઠકનું આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યુ હતુ.

માનનીય સાંસદશ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પાટણ જિલ્લાના વિવિધ વિભાદ અંતર્ગત યોજનાઓની કામગીરી અંગે સમિક્ષા કરવામાં આવી હતી

અને સાંસદશ્રી દ્વારા કામગીરીને લગતા મહત્વના સુચનો પણ કરવામાં આવ્યા હતા.

બેઠકમાં સપ્ટેમ્બર-૨૦૨૨ના અંત સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તે સમીક્ષા કરવામાં આવી હતી.

જે-તે વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને સાંસદશ્રી સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન,

જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે તેમના દ્વારા થયેલ કામગીરી સાંસદશ્રી સમક્ષ રજૂ કરી હતી.

તદઉપરાંત પાણી-પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આઈ.સી.ડી.એસ, વગેરે વિભાગે વિવિધ યોજનાઓ અંતર્ગત કામગીરીનીથી સાંસદશ્રીની વાકેફ કર્યા હતા.

નાબાર્ડએ ખેડૂત સંગઠનની માહિતી આપી હતી.

તો આ તરફ ખેતીવાડી વિભાગે કિસાન સન્માન નિધી અંતર્ગત લાભાર્થીઓને મળેલા લાભો અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો.

સાંસદશ્રીએ વિવિધ કામગીરીની સમીક્ષા કરતા સુચન કર્યુ હતુ કે જિલ્લાના જે ગામોને જોડતા માર્ગો ડામરના નથી તેને તાત્કાલિક ધોરણે ડામરના બનાવવામાં આવે.

આજરોજ મળેલી દિશા મીટીંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી.

 

🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp