કડાણા તાલુકામાં આદિવાસી ના દાખલાઓ મુદ્દે નિરાકરણ કે ઉકેલ નહીં આવતાં ધરણા શરું કરાયાં.

કડાણા તાલુકામાં આદિવાસી ના દાખલાઓ મુદ્દે નિરાકરણ કે ઉકેલ નહીં આવતાં ધરણા શરું કરાયાં.
આદિવસી સમાજ દવારા આગામી બીજા ૫ દિવસ મા જાતિનાં દાખલા બાબતે કોઇ નિકાલ નહિ આવેતો આવનાર દિવસોમાં અન્ય જીલ્લામાં જતું મહીસાગરનું પાણી સ્થગિત કરવા સાથે
આગામી ચૂંટણી નો બહિષ્કાર ની તૈયારીઓ બતાવવામાં આવી હતી.
કડાણા તાલુકામાં આદિવાસીઓને ૫ દિવસમાં દાખલા ન મળેતો આગામી દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારતું આવેદન પત્ર ગત મંગળવારે જીલ્લા અને સ્થાનિક તંત્રને આપવામાં આવ્યું હતું
જે વાતને ૫ દિવસ પૂર્ણ થતાં કડાણા તાલુકાના મુખ્ય મંથક દિવડા કોલોની ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા સોમવારથી ધરણા પર બેસીને આંદોલનની શરૂઆત કરવામાં આવી છે
ત્યારે દાખલા મુદ્દે જેમ જેમ નિર્ણય મા વિલંબ જોવા મળી રહ્યો છે
તેમ તેમ આદિવાસી સમાજમાં રોષ ની લાગણી વધી રહેલ જોવાં મળે છે.
મંગળવારે આંદોલન ના બીજા દિવસે મોટી સંખ્યામાં ધરણા પર બેઠેલા આદિવાસી સમાજ દ્રારા હાકલ કરી હતી કે હજી પણ આવનાર બે દિવસમાં સરકાર અને તંત્ર દ્રારા કોઇ નિર્ણય નહિ લેવામાં આવે
તો આગામી સમયમાં આવનાર ચૂંટણી નો બહિષ્કાર કરવા સહીત મહીસાગર માંથી અન્ય તાલુકા અને જીલ્લામાં જતા પાણી ઉપર રોક લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી દીવડા કોલોની મેદાન ઉપરથી કરવામાં આવી હતી
તદ્દ ઉપરાંત જ્યાં સુધી દાખલા બાબતે કોઇ નિકાલ નહિ આવે ત્યાં સુધી કડાણા તાલુકામાં કોઈપણ સરકારી કે રાજકીય સમારોહમાં આદિવાસી સમાજની હાજરી જોવા નહિ મળે તેવી પણ ચીમકી ઉંચારવામાં આવી છે
ત્યારે કડાણા તાલુકાના તમામ પક્ષના આદિવાસી સમાજના નેતાઓ એકસાથે એક મંચ ઉપર બેસી દાખલાની માંગણીને લઇ વિરોધ નોંધાવી રહ્યા છે
ત્યારે શાંત માહોલમાં શરુ કરવામાં આવેલ આ આંદોલન અંગે કોઇ નિર્ણય નહિ આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન તરફ પ્રયાણ કરશે
અને આ સમયે કોઈ અઘટિત ઘટના બને તો તેની સધળી જવાબદારી સરકાર અને તંત્રના શિરે રહશે
ત્યારે પાછલા બે દિવસથી દીવડા કોલોની મેદાન આદિવસીઓની જન મેદનીથી ઉભરાઈ રહ્યું છે
ત્યારે આ મુદ્દાને લઇ તાલુકાના અન્ય સમાજમાં પણ દાખલાઓ નો પ્રશ્ન ચર્ચા નો વિષય બની ગયો છે.
જોકે બે દિવસથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા શાંતિના માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે
ત્યારે સૌ કોઇ આ બાબતે ત્વરિત નિકાલ આવે તેવી આશાઓ પણ વ્યક્ત કરી હતી.
સંતરામપુર તાલુકા માં પણ આદિવાસી ના દાખલાઓ અપાતાં ના હોઈ
તેથી આદિવાસી સમાજ માં તેનાં ધેરા પ્રત્યાઘાત પડેલ જોવા મળે છે.