બગોદરાની આંગણવાડી તથા મધ્યાહ્ન ભોજન રૂમમાં તસ્કરો ત્રાટક્યા
બાવળા તાલુકાના બગોદરા પ્રાથમિક શાળામાં આવેલી આંગણવાડી નંબર-5, આંગણવાડી નંબર-2 અને મધ્યાહ્ન ભોજન રૂમમાં કુલ 8,200 રૂપિયાના મુદામાલની ચોરીની ફરીયાદ નોંધાઇ હતી.
બાવળાના બગોદરામાં રહેતાં ચંદ્રીકાબેન સોલંકી બગોદરા પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલી આંગણવાડી નંબર-5 માં નોકરી કરે છે.
તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, 12 તારીખે મારી આંગણવાડીનાં દરવાજાને તાળુ મારીને બપોરના 3 વાગ્યે ઘરે જતી રહી હતી.
13 તારીખે મારા નિત્યક્રમ મુજબ સવારનાં સાડા 9 વાગ્યે આંગણવાડીએ ગઇ હતી અને જઇને જોયું તો આંગણવાડીનાં બંન્ને દરવાજા ખુલ્લા હતા
અને તાળુ દરવાજા પાસે જમીન પર તુટેલું પડયું હતુ. ફરીયાદીએ અંદર જઈને જોયું તો 1 ઇન્ડીયન કંપનીનો ગેસ ભરેલી બોટલ ચોરી થયાનુ માલુમ પડતાં,
બહાર નીકળીને આંગણવાડી નંબર-2 અને મધ્યાહ્ન ભોજનનાં રસોડે જતાં, બંન્નેના દરવાજા ખુલ્લા હતાં
અને બંન્નેનાં તાળા નીચે પડેલા હતાં. જેથી આંગણવાડી નંબર-2 ચલાવતાં જનકબેન અને મધ્યાહ્ન ભોજન ચલાવતા ઘનશ્યામભાઇને ફોન કરતા તે આવતાં ફરીયાદીએ આંગણવાડીમાંથી ગેસની બોટલની ચોરી થયાનું જણાવ્યું હતું.
આંગણવાડી-2 માં તપાસ કરતાં ઇન્ડીયન કંપનીનો ગેસ ભરેલી બોટલ, 1 પંખો, કુકર, સ્ટીલનું ઠોકળીયું, કડાઇ, 12 સ્ટીલની થાળીઓની ચોરી થવા પામી હતી.
મધ્યાહ્ન ભોજનનાં રૂમમાંથી ર3 ઇન્ડીયન કંપનીના ગેસ ભરેલી બોટલ, કપાસીયાનો 15 કિલોનો 1 તેલનો ડબ્બાની ચોરી થવા પામી હતી.