દ્વારકાના વરવાળાના વેપારી પ્રમુખને મારી નાખવાની ધમકી અપાઈ, પ્લોટ વેચાણમાં ભૂલ રહી જતાં થયો ડખ્ખો, વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ

પ્રતીકાત્મક તસવીર:દ્વારકાના વરવાળાના વેપારી પ્રમુખને મારી નાખવાની ધમકી અપાઈ, પ્લોટ વેચાણમાં ભૂલ રહી જતાં થયો ડખ્ખો, વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ

દ્વારકામાં પ્લોટ વેચાણથી આપ્યા બાદ દસ્તાવેજમાં ભૂલ રહી જતાં અને તેમાં ભાગીદાર દ્વારા વાંધા અરજી કરતા ઉશ્કેરાયેલા લેનાર શખ્સ ગાળો કાઢી દુકાને ધોકા પછાડતા પોલીસમાં ફરિયાદ થવા પામી છે.

દ્વારકાના હોમગાર્ડ ચોક વિસ્તારમાં રહેતા વરવાળા ગામના વેપારી પ્રમુખ પરેશભાઈ પરમાનંદભાઈ ભાયાણીનો ભાગીદારોવાળો પ્લોટ વરવાળા ગામે હોઈ આ પ્લોટ અઠવાડિયા પહેલા છગન ડાયા કંસારા નામના શખ્સને વેચાણથી આપેલ હતો.

જે પ્લોટના દસ્તાવેજમાં પરેશભાઈની જાણ બાર ભૂલ રહી ગયેલ હોઈ આથી તે પ્લોટ વેચ્યા બાદ પરેશભાઈના પાર્ટનર હરીશભાઈએ આ પ્લોટ વેચાણ અંગે વાંધા અરજી કરેલ હોઈ આરોપી છગન કંસારા પોતાના હાથમાં લાકડાનો ધોકો લઈ પરેશભાઈની દુકાને જઈ એકદમ ભૂંડી ગાળો ભાંડી હતી.

લાકડાના ધોકા દુકાનના કાઉન્ટર ઉપર પછાડી એક ઘા પરેશભાઈના ડાબા પગના સાથળમાં મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે પરેશભાઈની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવે દ્વારકા પંથકમાં ચકચાર જગાવી દીધી છે.

તથા વેપારીઓએ આરોપી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા લેવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp