અમદાવાદમાં ઓમિક્રોનના નવા BF.7 વેરિયન્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો
અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોન વાઈરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ચેપી છે.
અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આ વાઈરસ જોવા મળ્યો હતો.
આ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નહોતી.
દર્દીની કોઈ વિદેશ હિસ્ટ્રી ન હતી.
સાવચેતીના ભાગરૂપે મ્યુનિ.એ દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી.
15 જુલાઈએ દર્દીના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં તપાસ માટે મોકલાયા હતા.
લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું.
જિનોમ સિક્વન્સિંગમાં વાઈરસનો સ્ટ્રેન BF.7 હોવા અંગે સોમવારે મ્યુનિ. જાણ કરાઈ હતી.
મ્યુનિ. આરોગ્ય વિભાગની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી.
જોકે તે પૈકી એક પણમાં લક્ષણો જોવા મળ્યા ન હતા.
US, UK બાદ ભારતમાં એન્ટ્રી
BF.7 વેરિયન્ટ ઓફ કન્સર્નના કેસ ચાઈના ઉપરાંત ચાર દેશોમાં જોવા મળ્યા છે.
જેમાં યુ.કે., જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો સમાવેશ થયો છે.