ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા વડાપ્રધાન, કોન્વોયને અટકાવી એમ્બ્યુલન્સને આગળ જવા દીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક એમ્બ્યુલન્સ તેમના કોન્વોય પાછળથી આવી રહી હતી,
દરમિયાન કોન્વોયને અટકાવીને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી હતી.
વડાપ્રધાન નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
તેનો વીડિયો પ્રધાનમંત્રીના કાફલા પૈકીની એક કારમાંથી લેવામાં આવ્યો છે, જેને જારી કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું.
ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે.
તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા.
અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. ભાજપ હંમેશાં ડબલ એન્જિન સરકારની વાત કરતી હોય છે,
પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં આજે ખરા અર્થમાં વડાપ્રધાન મોદીની ડબલ એન્જિન ચૂંટણીરેલ જોવા મળી છે.
મોદીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું હતું કે અરે, મારા અમદાવાદીઓ… મારે આજે અમદાવાદને સો સો સલામ કરવી છે……
ડબલ એન્જિન સરકારે વિકાસની ઝડપ વધારી
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે.
મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે.
પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, આજે નદી છલોછલ ભરાયેલી છે.
પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે.
સભા સ્થળથી રિમોટથી લોકાર્પણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે.
તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે.
વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા છે,
ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા છે.
મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા છે.
જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે.
અહીં તેઓ સભાને સંબોધશે.
મેટ્રોની મુસાફરી કરી વિદ્યાર્થિની અને યુવતીઓ સાથે વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી.
મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી.