દહેગામમાં વરસાદથી મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન

પ્રતીકાત્મક તસવીર:દહેગામમાં વરસાદથી મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન

દહેગામમાં વરસાદથી મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન

પ્રતીકાત્મક તસવીર:દહેગામમાં વરસાદથી મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન
પ્રતીકાત્મક તસવીર:દહેગામમાં વરસાદથી મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન

 

ગાંધીનગરમાં 20 દિવસના વિરામ બાદ ગાંધીનગરમાં વરસાદનું આગમન થયું છે.

29 સપ્ટેમ્બરના રોજ કલોલમાં પડેલા નામના ઝાપટાને બાદ કરતાં જિલ્લામાં 20 દિવસથી વરસાદે દેખા દીધી ન હતી.

ત્યારે ગુરૂવારે આસોમાં અષાઢી માહોલ ગાંધીનગર જિલ્લામાં સર્જાયો હતો.

દહેગામ મંથક સહિત જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યા બાદ આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા હતા.

ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા.

જ્યારે દહેગામમાં સાંજના સમયે વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

એટલું જ નહીં ભારે વરસાદને પગલે મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 95.48 ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં દહેગામ તાલુકામાં 844 એમએમ સાથે 106.88 ટકા વરસાદ, ગાંધીનગર તાલુકામાં 551 એમએમ સાથે 77.46 ટકા વરસાદ, કલોલ તાલુકામાં 830 એમએમ સાથે 105.84 એમએમ વરસાદ, માણસા તાલુકામાં 677 એમએમ વરસાદ સાથે 85.48 ટકા વરસાદ પડ્યો હતો.

ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ અને પવન વચ્ચે પણ તાપમાનમાં કોઈ ખાસ ફેર પડ્યો ન હતો.

ગાંધીનગરમાં દિવસે મહત્તમ તાપમાન 33 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું.

જ્યારે મહત્તમ તાપમાન 24.5 ડીગ્રી નોંધાયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp