આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા સંતરામપુર ૧૨૩ વિધાન સભામાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો.

૧૨૩.સંતરામપુર વિધાનસભા મત વિસ્તાર માં
આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના ધારાસભ્ય
હર્દિપસિંહ મુંડિયા અને તેઓની સાથે આપનાં કાર્યકરો દ્વારા સંતરામપુર ૧૨૩ વિધાન સભામાં તાજેતરમાં સંતરામપુર મુકામે આવી ને સંતરામપુર વિધાનસભા ના આદમી પાર્ટી ના ૧૨૩ વિધાન સભાના ઉમેદવાર પર્વતભાઇ ફોજી ના પ્રચારમાં ગામડે ગામડે જઈને પ્રચાર શરુ કરેલ છે.
આમઆદમી પાર્ટી દ્વારા સંતરામપુર તાલુકાના ચિંચાણી. બુગડ, જાનવડ, જાનવડની મુવાડી, ડીંટવાસ, સરસ્વા, કરવાઈ ચોકડી, ભૂલ, પડાદરા ,
ભાનાસિમલ, ખેડાપા, મોટિ ક્યાર, નાની ક્યાર, પાદેડી અડોર, પથમપુર, બેન્દા, વગેરે ગામડા માં ડોર ટુ ડોર પ્રચાર કરીને આમઆદમી પાર્ટી ના કાર્ય . અને ગુજરાત માં શું કરવાં માંગે છે
તેની વિસ્તૃત સમજ સાથે ખાટલા બેઠક નું પણ આયોજન કરેલ.અને સંતરામપુર ૧૨૩ વિધાન સભા મા લોગો ને પરિવર્તન કા મન બના દિયા હૈ ઔર આમ આદમી પાર્ટી કો જબરદસ્ત જનસમર્થન મિલ રહા હૈ
નો એહસાસ વ્યકત કરેલ હતો.
આ કાર્યક્રમમાં પંજાબના ધારાસભ્ય હર્દિપસિંહભાઈ મુંડીયા, બ્લોક પ્રધાન ટેજીન્ડર મીઠું, જશવંતસિંગ કુલદીપ એરી, જોઈન્ટ સેકેટરી સુરજીતગિલ, રમનદીપ શર્મા વગેરે અને સ્થાનીક આપ પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકરો આ ચુંટણી પ્રચાર માં ઉપસ્થિત રહ્યાં હતાં.