ગોધરામાં રસ્તા પરથી લમ્પી વાઈરસથી પીડિત વાછરડું મળી આવ્યું; પશુ પ્રેમીઓએ તાત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર કરાવી

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં રસ્તા પરથી લમ્પી વાઈરસથી પીડિત વાછરડું મળી આવ્યું; પશુ પ્રેમીઓએ તાત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર કરાવી

ગોધરામાં રસ્તા પરથી લમ્પી વાઈરસથી પીડિત વાછરડું મળી આવ્યું; પશુ પ્રેમીઓએ તાત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર કરાવી

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં રસ્તા પરથી લમ્પી વાઈરસથી પીડિત વાછરડું મળી આવ્યું; પશુ પ્રેમીઓએ તાત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર કરાવી
પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં રસ્તા પરથી લમ્પી વાઈરસથી પીડિત વાછરડું મળી આવ્યું; પશુ પ્રેમીઓએ તાત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર કરાવી

 

 

રાજ્યભરમાં લમ્પી વાયરસને કારણે અસંખ્ય પશુ મોતને ભેટી રહ્યા હતા.

ત્યારે લમ્પીના કહેર વચ્ચે ગોધરા શહેરમાં આવેલા લાલબાગ બસ-સ્ટેન્ડથી મોદીની વાડી પાસે શંકાસ્પદ લમ્પી વાયરસથી સંક્રમિત હોય તેવું વાછરડું રસ્તા પર ફરી રહેલું વાછરડું મળી આવ્યું હતું.

જેમાં કેટલાક પશુ પ્રેમીઓની નજર આ વાછરડા પર પડતાં તેમણે તાત્કાલિક વેટરનરી ડૉક્ટરને બોલાવી તાત્કાલિક વાછરડાની સારવાર કરાવી હતી.

લમ્પી વાયરસ ફેલાય રહ્યો છે પણ તંત્ર ઉંઘે છે

ગાયના વાછરડાના શરીર પર લમ્પી વાયરસના લક્ષણો સ્પષ્ટ જોવા મળ્યા છે.

આ વાછરડું રસ્તા પર ફરી રહ્યું છે ત્યારે તે અન્ય ગાયોને પણ સંક્રમિત કરી શકે છે.

પરંતુ તંત્રને જાણે કંઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે જો કે, શહેરના કેટલાક પશુ પ્રેમીઓની નજર આ વાછરડા પર પડતાં તેમણે તાત્કાલિક વેટરનરી ડૉક્ટરને બોલાવી તાત્કાલિક વાછરડાની સારવાર કરાવી હતી.

લમ્પી વાયરસથી હજારો ગાયો મોતને ભેટી

ગોધરાના મોદીની વાળી પાસે આવેલ મુખ્ય માર્ગો ઉપર અઠીગો જમાવી બેઠેલ ગાયોના ઝૂંડ વચ્ચે આ લમ્પી ગ્રસ્ત વાયરસ વાળું વાછરડું બેસી રહેતાં અન્યને આ વાયરસ ફેલાય શકે તેવી દહેશત સેવાઇ રહી છે.

માટે ગુજરાતના અન્ય શહેરોમાં જે રીતે લમ્પી વાયરસથી હજારો ગાયો મોતને ભેટી તેવું ગોધરા શહેરમાં પુનરાવર્તન ન થાય તે માટે સતેજતાં રાખવી જરૂરી છે.

કોરોનાની જેમ ઢોર માટે લમ્પી ચેપી

આ અંગે પશુપાલન વિભાગના ડો. એન એમ ગોસાઈનો સંપર્ક કરી ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ફરતાં લમ્પી ગ્રસ્ત વાછરડા વિશે પૂછતાં તેઓએ જણાવ્યું હતું

હાલ અમારી ટીમ દ્વારા બેથી ત્રણ વખત આ લમ્પી ગ્રસ્ત વાછરડાની સારવાર કરાય હતી.

હાલ આ વાછરડું લમ્પી ગ્રસ્ત વાયરસથી પીડાતું હોય માટે પાંજરાપોળ ગૌશાળામાં રાખી શકાય તેમ નથી કેમ કે, જો લમ્પી ગ્રસ્ત વાછરડાને પાંજરાપોળ ખાતે રાખવામાં આવે તો અન્ય ગાયોને પણ વાયરસની ઝપેટમાં લઈ શકે છે.

માટે અમારા ઉપર જે-જે વિસ્તારમાંથી ફોન આવ્યો છે

ત્યાં અમારી ટીમ દ્વારા સંપૂર્ણ સારવાર કરવામાં આવી છે

અને આ રસ્તા ઉપર ફરતી ગાયોને પકડવાની જવાબદારી નગરપાલિકાની છે.

લમ્પી ગ્રસ્ત વાછરડું સુરક્ષિત સ્થાને મુકાયું

આ અંગે પશુપાલન અધિકારી એન. એ. પટેલનો ટેલીફોનીક સંપર્ક કરી તમામ બાબતની જાણ કરાઈ હતી કે, ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર લમ્પી વાયરસથી પીડાતું વાછરડું ફરી રહ્યું છે.

તેઓ આ બાબતથી બિલકુલ અજાણ નહોતાં.

તેમણે તાત્કાલિક નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરી આ રસ્તા ઉપર ફરતું લમ્પી ગ્રસ્ત વાછરડું પકડી અન્ય સુરક્ષિત જગ્યાએ મૂકવાની કવાયત હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp