ગોધરા 181 મહિલા અભયમની ટીમે દસ મહિનાની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું

પ્રતીકાત્મક તસવીર:ગોધરા 181 મહિલા અભયમની ટીમે દસ મહિનાની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું

ગોધરા 181 મહિલા અભયમની ટીમે દસ મહિનાની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું

પ્રતીકાત્મક તસવીર:ગોધરા 181 મહિલા અભયમની ટીમે દસ મહિનાની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું
પ્રતીકાત્મક તસવીર:ગોધરા 181 મહિલા અભયમની ટીમે દસ મહિનાની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું

 

 

સમગ્ર રાજ્યમાં મહિલા અભયમની ટીમ દ્વારા મહિલાઓની સહાય અને સુરક્ષા સહિતની કામગીરી કરવામાં આવે છે.

ત્યારે ગોધરા 181 માહિલા હેલ્પલાઈન પર ગોધરા ગ્રામ્ય વિસ્તારમાંથી ફોન આવેલો કે તેમની બાળકીને સાસરીવાળા આપતા નથી.

છેલ્લા આઠ દિવસથી બાળકી તેની માતાથી અલગ કરવામાં આવી હતી.

આ માટે મહિલાએ પોતાની બાળકોને પાછી મેળવવા માટે 181ની ટીમનો સંપર્ક કર્યો હતો.

જેમાં ટીમ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાનો ઉકેલ લાવી બાળકીનું માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

10 મહિનાની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવાયું

આ ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરાયું હતું.

કાઉન્સેલીગ કરતા પીડિત મહિલાએ જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ તેમના લગ્ન થયેલા છે

અને સંતાનમાં દસ મહિનાની બાળકી છે.

મહિલાના પતિ દ્વારા તેમના પર અવારનવાર ચારિત્ર્ય પર શંકાના કારણે બોલચાલી થતાં પતિએ પત્નીને પિયર જતા રહેવાનું કહ્યું હતું

તથા બાળકી લઈ લીધી હતી.

જ્યાં તેઓ સમાજના આગેવાનો દ્વારા ગોધરા પોલીસ બેઈજ સ્પોટ સેન્ટર પર ગયા હતા

અને અરજી આપી હતી. પરંતુ તેમના પતિ બાળકીને આપવા આવ્યા નહોતા.

જેથી પીડિત બહેને મહિલા હેલ્પલાઇનની મદદ લેતાં ગોધરા 181 ટીમ દ્વારા સાસરીયા પક્ષનું કાઉન્સેલિંગ કરી

બંને પક્ષને કાયદાકીય માર્ગદર્શન આપીને સમજાવતાં સાસરી પક્ષવાળા બાળકી આપવા માટે સહમત થયા હતા.

બંને પક્ષે રાજી ખુશીથી લેખિતમાં સહમતિથી દસ મહિનાની બાળકી તેમની માતાને સોંપી હતી હતી અને પરિવારનું સુખદ મિલન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp