લુણાવાડા રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું; મહારાણા સિદ્ધરાજસિંહજી દ્વારા રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન કરાયું

વર્ષોથી વિજયાદશમીના દિવસે પરંપરાગત વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે.
ક્ષત્રિય પરંપરા જાળવીને આજે પણ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર દ્વારા આ દિવસે શસ્ત્ર, અશ્વ અને સમડીનું પૂજન કરવામાં આવે છે.
ત્યારે આજે દશેરાના શુભ દિવસે લુણાવાડા સ્ટેસ્ટના મહારાણા સિદ્ધરાજસિંહજી દ્વારા રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
અશ્વ અને સમડીનું પૂજન કરવામાં આવે છે
શસ્ત્ર પૂજન કરીને લુણાવાડા સ્ટેસ્ટના મહારાણા સિદ્ધરાજસિંહજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ચન્દ્રજીએ રાવણને યુદ્ધમાં પરાજય આપવા માટે સૌપ્રથમ શસ્ત્ર પૂજન કર્યું હતું.
કેમ કે શસ્ત્ર એ શક્તિ સ્વરૂપ છે,
જેમાં શક્તિનો વાસ છે.
દરેક દેવી દેવતાઓ પોતાના હાથમાં શસ્ત્ર રાખે છે.
શ્રી રામે લંકા ઉપર યુદ્ધ કરતા પહેલા શસ્ત્ર, સમડી અને અશ્વનું પૂજન કર્યું હતું.
એ પરંપરા રાજપૂતોએ આજ દિન સુધી જાળવી રાખી છે.
મહારાણા દ્વારા રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન કરાયું
લુણાવાડા સ્ટેટ ક્ષત્રિય પરંપરા જાળવીને આજે પણ શસ્ત્ર તેમજ સમડી પૂજન કરે છે.
સમડી અપરાજીતા હોવાથી તેનું પૂજન કરવામાં આવે છે.
આ જ કારણથી ક્ષત્રિયો પોત પોતાના ઘરે શસ્ત્ર પૂજન કરે છે.
શસ્ત્ર આપણું રક્ષણ કરે છે,
શસ્ત્રો થકી આપણાં દેશનું રક્ષણ થાય છે.
આ પવિત્ર દિવસે શસ્ત્રો, અશ્વો તેમજ સમડીનું પૂજન થાય છે.
ત્યારે હાલના લુણાવાડા સ્ટેટના મહારાણા શ્રીસિદ્ધરાજસિંહજી દ્વારા રાજમહેલ લુણાવાડા ખાતે દરેક શસ્ત્રો તેમજ સમડીનું વિધિવત રીતે શુભ મુહૂર્તમાં પૂજન કરવામાં આવ્યું હતું.