સોનુ ખરીદવાનો શ્રેષ્ઠ સમય; ચાંદીનો સૌથી નીચો ભાવ

આ વર્ષે ભાવનગરમાં હવે દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે
ત્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સોના-ચાંદી અને જ્વેલરી બજારમાં ખરીદી વધે તેવી પૂરી જવેર્લ્સોને પૂરેપૂરી આશા છે.
અને ગ્રાહકોને દિવાળીના બોનસની જેમ વિવિધ સ્કીમો ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે.
દિવાળીનું પર્વ અને શિયાળુ લગ્નોત્સવ આવતા હોય સોના-ચાંદી બજારમાં તેજીની ચમક જોવા મળશે કોરોનાની લહેર લગભગ શમી ગઈ છે
અને સાથે સોના ચાંદી બજારમાં ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે
અને સોનામાં વધારો છે.
ત્યારે ભાવનગરની શરાફ બજારમાં સોના-ચાંદીની ઘરાકી વધશે.
દીપોત્સવીના મહાપર્વ તેમજ આગામી શિયાળુ લગ્નોત્સવ માટેની પણ સોના-ચાંદીની ખરીદી માટે શુભ મુહૂર્ત આવતા હોય
હવેના દિવસોમાં ભાવનગરની સોના ચાંદી બજારમાં તેજીની ચમક જોવા મળશે.
ગયા વર્ષની સરખામણીમાં ચાંદી અત્યારે સસ્તી છે. સોનુ ગયા વર્ષે 49 હજારથી વધીને અત્યારે 52000 છે.
ચાંદીમાં કિલોમાં રૂ.નો ઘટાટો છે. ગયા વર્ષે 64000 ચાંદી હતી જે આજે 59000માં મળી રહી છે.
એટલે લોકો ચાંદીની વસ્તુઓ વધુ ખરીદી તેવી દુકાનદારોને આશા છે.
હાજરમાં સોન 10 ગ્રામ બિસ્કીટના ભાવ 52500, દાગીના રૂા.49875 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પ્રતિ કિલોના રૂા.59000ની સપાટીએ છે.
અત્યારે સામાન્ય વર્ગના લોકો પણ સોના અને ચાંદીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે.
જેના કારણે જ્વેલરી કરતાં સોના અને ચાંદીના સિક્કાનું વેચાણ વધ્યું છે.
તહેવારોમાં ઘરનાં આભૂષણો ખરીદી કરતા જોવાયા હતા.
આમ સોનુ સેફ હેવન હોય લોકો મન મુકીને ગમે તે ભાવ હોય ખરીદી કરતા હોય છે.
અને બેંક અને પોસ્ટની એફ કરતા સોના-ચાંદીમાં વળતર વધુ હોય લોકો આમાં વધુમાં વધુ રોકાણ કરતા હોય છે.
આ વર્ષે ભાવોમાં સતત ઘટાડો થતા લોકોએ લગ્નસરાની ખરીદી કરી ન હોય તેઓએ માટે ખરીદી કરવાનો સમય સારો મળ્યો છે.
સોના-ચાંદીના દાગીના સાથે બીલ અવશ્ય લેવુ કારણ કે ભવિષ્યમાં દાગીના બદલાવવા કે વેચતી વખતે પુરી કિંમત મળી શકે છે.
સોનાના દાગીના ખરીદી કરતી વખતે બીલ લેવુ હિતાવહ છે.
આ વસ્તુ લાંબા ગાળે વેચવા જાવ ત્યારે કામ લાગે છે.
દીપોત્સવીમાં આકર્ષક સ્કીમો મુકવામાં આવી
દિવાળીની સિઝન આવતાની સાથે સોના-ચાંદીના વેચાણ વધારવા અને ગ્રાહકોને રાજી રાખવા અને આર્ષકવા માટે સોના-ચાંદીમાં અલગ, અલગ ડિસ્કાઉન્ટો મુકવામાં આવ્યા છે.
10 ગ્રામે રૂા.1000થી 1100, ડીસ્કાઉન્ટ કુપન, મજુરીમાં 10 થી 25 ટકા જેવી સ્કીમો જાહેર કરવામાં આવી છે.
અને હજી વધુ સ્કીમો જવેર્લ્સો દ્વારા મુકવામાં આવશે.
તાજેતરમાં દાગીનાની ખરીદી સાથે ગોલ્ડ કોઇન ફ્રીનો લોકો દ્વારા જબરદસ્ત રીસ્પોન્સ મળ્યો હતો