મહુવાના ટીટોડીયા ગામે અવાવરું કુવામાં દીપડાનું બચ્ચું પડ્યું; ફોરેસ્ટ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ઘરાઈ

મહુવા ગામની વાડીમાં અવાવરું કુવામાં દીપડાનું બચ્ચું પડી જતાં તેને બચાવવા માટે આજુબાજુની વાડીના લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.
ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
મહા મહેનતે દીપડાના બચ્ચાને બચાવાયું
મહુવા તાલુકાના બગદાણા નજીક આવેલા ટીટોડીયા ગામની વાડીમાં એક અવાવરું કુવામાં દીપડાનું બચ્ચું પડી જતાં તેને બચાવવા માટે આજુબાજુની વાડીના લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.
જેથી ફોરેસ્ટ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના બચ્ચાને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
જોકે આ વાડીની એક બાજુ કુવો આવેલો છે જે કુવામાં પાણી નથી.
આ કુવો જમીનના લેવલે હોવાને કારણે તેની પાળી વધુ ઉંચી ન હોવાથી તેના હિસાબે રાત્રી દરમિયાન આ પ્રાણી આટાં-ફેરા મારતું હશે
અને કુવાની પાળી આડી આવવાના કારણે પડી ગયું હશે તેવું ત્યાંના ખેડૂતોનું માનવું છે.
આખરે સમગ્ર ઘટના બાદ દીપડાના બચ્ચાને બચાવી લેવામાં આવ્યું હતું