સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

પ્રતીકાત્મક તસવીર:સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

પ્રતીકાત્મક તસવીર:સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
પ્રતીકાત્મક તસવીર:સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

 

 

મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે દુષ્કર્મની નોંધાયેલી ફરીયાદનો કેસ આજે મહુવાના ચોથા એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદ તથા રૂ.25 હજારનો દંડ ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો.

મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ કે, ફરિયાદીની ભોગ બનનાર દિકરીને આરોપી રમેશભાઇ કાળુભાઇ ધાખડા (રહે. મોટા જીંજુડા, તા.સાવરકુંડલા જી. અમરેલી વાળા)એ સગીર વયની દીકરીને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે બોરડાની વાડીમાં ભાગીયુ રાખેલ

ત્યાંથી તા.27/5/2019ના રોજ રાત્રીના સમયે ફરિયાદી કૂવામાં છારડો પાડવા ગયેલ હતો ત્યારે લઇ ગયેલ. દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી.

બગદાણા પોલીસે આઇ.પી.સી. કલમ 363, 366, 376(આઇ)(એન) તથા પોક્સો એકટની કલમ 4-17 તથા ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ 2018ની કલમ 376(સી-3) મુજબ ચાર્જશીટ કરવામાં આવી હતી.

જે કેસ આજે મહુવાના ચોથા એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે તેનો કેસ સાબિત કરવા 33 દસ્તાવેજી પુરાવા રજુ કરેલ તેમજ 25 સાહેદો તપાસવામાં આવેલ અને સરકારી વકીલ વિજય માંડલીયાની દલીલને ધ્યાનમાં રાખી મહુવાના ચોથા એડી.(સ્પે. પોક્સો કોર્ટ) સેશન્સ જજ ડી.સી. ત્રિવેદી દ્વારા આરોપી રમેશભાઇને આઇ.પી.સી. કલમ 376(આઇ)(એન) તથા એમેન્ડમેન્ટ ઓડીનન્સ 2018ની કલમ 376(સી-3) મુજબ આરોપીને આજીવન કેદની સખત કેદની સજા તથા રૂ.25000/- દંડ ફટકારેલ.

જ્યારે આરોપી નં.2 રણછોડભાઇ ઉર્ફે મહેશભાઇ લવજીભાઇ દ્વારા રમેશભાઇને મજૂરીની વ્યવસ્થા કરી આપી

તથા આર્થિક મદદ કરી ગુન્હો કર્યો હતો

તેને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ભોગ બનનારને રૂ.50,000/- વળતર ચુકવવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp