થરા: પોલીસની વોચ દરમિયાન ઈકોમાંથી થરા પાસેથી ચોરાયેલા ૧૮ હજારના એરંડા સાથે પાંચ શખ્સ ઝડપાયા…
પોલીસની વોચ દરમિયાન ઈકોમાંથી થરા પાસેથી ચોરાયેલા ૧૮ હજારના એરંડા સાથે પાંચ શખ્સ ઝડપાયા…
બનાસકાંઠા એલસીબીએ થરા પાસે વોચ ગોઠવી રૂપિયા ૧૮ હજારના ચોરીના એરંડા સાથે ઈકોમાં સવાર કાંકરેજના ભદેવાડીના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા . …..
આરોપી પાસેથી કુલ રૂપિયા ૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .
એરંડા અને ઈકો મળી ૨.૫૦ લાખનો મદામાલ જપ્ત થરા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સો ઇકો ગાડીમાં ચોરીના એરંડા ભરી થરા તરફ આવનાર હોવાની બાતમી આધારે એલસીબીએ ગોઠવેલી વોચ દરમિયાન ચોરીના એરંડા ઝડપી પાડ્યા હતા .
પોલીસે તેમની પાસેથી ઇકો ગાડી સહિત રૂપિયા ૨,૬૮,૦૬૦ નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે ….