કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ ના પાંચ વર્ષ પુર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી
મહીસાગર જિલ્લામાં બિનવારસી પશુ-પક્ષીઓ માટેની કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ‘૧૯૬૨ ’ ના ૫ વર્ષના કાર્યકાળ નિમિત્તે લુણાવાડા પશુ દવાખાના પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આમ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મહીસાગર જિલ્લામાં બિન વારસી પશુ પક્ષીઓને સારવાર આપવામા આવતી હોય છે.
જ્યારે આ સેવાના પાંચ વર્ષ પુર્ણ થતા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કેક કાપી અને ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. જે એમ પટેલ અને ૧૯૬૨ GVK EMRI ના પ્રોજેક્ટ કોર્ડીનેટર દ્વારા કેક કટિંગ કરવામાં આવી,
અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુઓ ને મળતી સેવા બાબતે ડૉ. રવિ પટેલ અને પાઇલોટ ઉપેન્દ્રસિંહ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .