સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ સાથે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો
જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતા.
આ કાર્યક્રમ અંતર્ગત સવારે 8 કલાકે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજીની ઉપસ્થિતિમાં દરબારગઢથી ટાઉનહોલ સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી .
બાદમાં ટાઉનહોલ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. આ સમારોહ ભગીરથસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
શસ્ત્ર પૂજન વિધિ ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજ સિંહજી ગોહિલ, રાઓલ ઇન્દ્રજીતસિંહજી મહાવીરસિંહજી (વરલ સ્ટેટ) તેમજ ગોહિલ ભરતસિંહજી દિલુભા -અમરગઢ (પ્રમુખ, જિલ્લા પંચાયત ભાવનગર)ના વરદ હસ્તે યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં સિહોર શહેર અને તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો બાઇક રેલી સાથે જોડાયા હતા.
સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો દ્વારા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવ્યું હતું.