ભાવનગર શહેરમાં આતશબાજી સાથે બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન કરાયું
અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ ભાવનગરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જવાહર મેદાનમાં સિંધી સમાજ અને ચિત્રા યાર્ડમાં બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બંને જગ્યાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
જવાહર મેદાન ખાતે 30 વર્ષથી રાવણ દહન
શહેરના પૂર્વ વિસ્તારમાં સિંધી સમાજ ભાવનગર પ્રેરિત નવરાત્રિ દશેરા મહોત્સવ સમિતિ દ્વારા જવાહર મેદાન ખાતે 30 વર્ષથી રાવણ દહનની પરંપરા રહી છે.
જે મુજબ આજે સાંજે રાવણ દહન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે સહિતના નેતાગણ તેમજ રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે 8 વર્ષથી રાવણ દહન
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો,
શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 8 વર્ષથી સતત “વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન” કાર્યક્રમ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવી રહ્યું છે,
પોતાના મતવિસ્તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાંજ આ પૌરાણિક મહત્વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે
તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવતો જાય છે.
આ કાર્યક્રમમાં રાજકીય રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉધાયોગપતિઓની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.