અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મના આરોપીને 15 વર્ષ કેદ
સાંથલ વિસ્તારની 27 વર્ષીય અસ્થિર મગજની યુવતી પર દુષ્કરમાં આચરનાર માંકણજના યુવાનને મહેસાણાની કોર્ટે 15 વર્ષની સજા ફટકારી હતી.
મહેસાણા તાલુકાના માંકણજ ગામે રહેતો વિક્રમસિંહ દલપતસિંહ ઝાલા નામના યુવાને મોદીપુરથી ભેંસાણા જવાના રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાં 17 નવેમ્બર 2019ના રોજ સાંથલ વિસ્તારની એક 27 વર્ષની અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
જે અંગેની ફરિયાદ યુવતીના ભાઈએ સાંથલ પોલીસ મથકે નોંધાવી હતી.
પોલીસે ચાર્જશીટ કર્યા બાદ જે અંગેનો કેસ શુક્રવારના રોજ મહેસાણાની કોર્ટમાં ચાલી જતાં મનોચિકિત્સકની જુબાની અને સરકારી વકીલ સીબી ચૌધરીની દલીલોને આધારે જજ પીએસ સૈની દ્વારા આરોપી વિક્રમસિંહ ઝાલાને 15 વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.
ઉલ્લેખનિય છે કે સમગ્ર કેસમાં ભોગ બનનાર યુવતી અસ્થિર મગજની હોવાથી પોતાની સાથે શું બન્યું છે.
તેની જ તેને ખબર ન હોવાથી તેણીની સારવાર કરનાર મનોચિકિત્સકની અપાયેલી જુબાની આરોપીને સજા અપાવવામાં ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી.