ગોધરામાં રાવણ દહનના કાર્યક્રમની કામગીરી શરૂ; 1.50 લાખના ખર્ચે 35 ફૂટના રાવણના પૂતળાને તૈયાર કરાશે

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં રાવણ દહનના કાર્યક્રમની કામગીરી શરૂ; 1.50 લાખના ખર્ચે 35 ફૂટના રાવણના પૂતળાને તૈયાર કરાશે

ગોધરામાં રાવણ દહનના કાર્યક્રમની કામગીરી શરૂ; 1.50 લાખના ખર્ચે 35 ફૂટના રાવણના પૂતળાને તૈયાર કરાશે

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં રાવણ દહનના કાર્યક્રમની કામગીરી શરૂ; 1.50 લાખના ખર્ચે 35 ફૂટના રાવણના પૂતળાને તૈયાર કરાશે
પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં રાવણ દહનના કાર્યક્રમની કામગીરી શરૂ; 1.50 લાખના ખર્ચે 35 ફૂટના રાવણના પૂતળાને તૈયાર કરાશે

 

દૈવીશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે વિજ્યાદશમી પર્વની ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં બુધવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગોધરામાં દશેરા પર્વને લઈ ગોધરા નગરપાલિકા દ્વારા રાવણ દહનના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં

આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય થયો તે દિવસને વિજ્યાદશમી તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ આસો સુદ દસમ હતી, તેથી તેને દશેરા તરીકે મનાવવામાં આવે છે.

ગોધરા શહેરમાં દશેરા પર્વને અનુલક્ષીને 35 ફુટના રાવણનું પ્રતિકાત્મક દહન કરી પર્વની ઉજવણી કરવામાં આવશે.

35 ફૂટના રાવણના પુતળાના દહન માટેની તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે.

પૂતળાને લાલબાગ મેદાન ખાતે ઉભુ કરવામાં આવશે

મૂળ રાજસ્થાનના કારીગરો દ્વારા ગોધરામાં જ રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આગામી બે દિવસમાં પૂતળું તૈયાર થયા બાદ તેમાં દારૂખાનું અને આતશબાજી ફાયર ગોઠવવામાં આવનાર છે

અને બાદમાં આગામી તા.5 ઓક્ટોબર 2022ના રોજ આ પૂતળાને શહેરના લાલબાગ મેદાન ખાતે ઉભુ કરવામાં આવશે.

લાલબાગ મેદાન ખાતે આતશબાજીનો પણ કાર્યક્રમ

આ બાબતે ફાયર બ્રિગેડના ઇન્સ્પેક્ટર પી. એફ. સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોધરા નગરપાલિકા દ્વારા વિજયાદશમી પર્વને અનુલક્ષીને કાર્યકમ રાખવામાં આવનાર છે.

જેમાં 35 ફુટ ઉંચુ રાવણનું પૂતળું બનાવી દહન કરવામાં આવશે.

આ ઉપરાતં નગરપાલિકા તંત્ર દ્વારા લાલબાગ મેદાન ખાતે આતશબાજીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ રાવણ દહનના પૂતળાને 1.50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે.

રાવણ દહન પૂતળાં બનાવની કામગીરી છેલ્લા ચાર દિવસથી રાજસ્થાન કારીગરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp