લુણાવાડામાં ગરબા મહોત્સવમાં મલ્હાર ઠાકરે ધૂમ મચાવી; વાલમ આવોને સોંગ ગાઈને ચાહકોના દિલ ખુશ કરી નાખ્યા
મહિસાગરના લુણાવાડા ખાતે ચાલી રહેલી નવરાત્રિમાં સાતમા નોરતાની રાત્રીએ ખેલૈયાઓને મોજ કરાવવા ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અને યુવાનોના દિલમાં વસેલા મલ્હાર ઠાકરના આગમનથી ફ્રેન્ડસ ખુશ ખુશાલ થઈ ગયા હતા.
મલ્હાર ઠાકરે ગરબા રમતા ખેલૈયાઓ માટે પોતાના સૂરમાં લવની ભવાઈ ગુજરાતી મુવીનું વાલમ આવોને આવોને…
સોંગ ગાઈને ચાહકોના દિલ ખુશ કરી દીધા હતા.
મલ્હાર ઠાકરને જોવા માટે ઇન્દિરા મેદાન ખાતેના માઁ મહિસાગર નવરાત્રિ મહોત્સવમાં લોકોની ભીડ જામી હતી
અને મલ્હારે ફ્રેન્ડ સાથે સેલ્ફી પણ લીધી હતી.