મહુધા કોર્ટે ડોમેસ્ટિક વાયલેન્સના કેસમાં પેટલાદના વિશ્નોલીના પતિ વિરુદ્ધ ચુકાદો આપ્યો
મહુધા તાલુકાના હેરજમાં રહેતી યુવતીનાના લગ્ન વર્ષ 2019ના રોજ પેટલાદ તાલુકાના વિશ્નોલીમાં રહેતા યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.
લગ્ન કરી સાસરી એ આવેલી પરિણીતાનું શરૂઆતનો લગ્નજીવન સુખમય બન્યું હતું.
ત્યારબાદ તેના પતિ તેને અવારનવાર ત્રાસ આપતા હતા
સુમયાને એવી શંકા હતી કે તેના પતિને અન્ય કોઈ મહિલા સાથે આડા સંબંધ છે.
આ દરમિયાન પરિણીતા ગર્ભવતી બનતા તેની શ્રીમંતની વિધિ પત્યા બાદ તેના પિયર આવી હતી
અને વર્ષ 2017ના રોજ તેને પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ તેના સાસરામાંથી કોઈ તેમને જોવા માટે આવ્યા નહીં
અને અમારે તો બીજી લાવવી છે તને રાખવી નથી તેમ કહી ત્રાસ આપી હેરાન કરતા હતા.
આ બાબતે પરિણીતાએ પોતાના વકીલ મારફતે ફરિયાદ દાખલ કરી હતી.
કોઈપણ સ્થળે કૌટુંબિક હિંસાનુ કોઈપણ કૃત્ય કરવુ નહી
મહુધા કોર્ટમાં કૌટુંબિક હિંસાખોરીથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ 2005ની કલમ-24મુજબ સુમૈયા એ દાખલ કરેલ કેસ ચાલ્યો હતો.
અરજદારના વકીલ એ.બી. કલ્યાણીએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી મહુધા કોર્ટના જૈમીન જશવંતકુમાર ગઢવી જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મહુધા એ પતિ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.
ચુકાદામાં ઉલ્લેખ છે કે, આ કામના સામાવાળાઓએ અરજદાર જયાં રહે છે
ત્યાં અથવા કોઈપણ સ્થળે કૌટુંબિક હિંસાનુ કોઈપણ કૃત્ય કરવુ નહી.
તેમજ મકાન ભાડા પેટે માસિક રૂપિયા 750 પુરા અરજીની તારીખથી ચૂકવી આપવા અને તે રકમ નિયમતી ચૂકવવા.
અને વળતર પેટે રૂપિયા પાંચ હજાર પણ ચૂકવી આપવા તેવો હુકમ કર્યો છે.