હાલોલમાં છેલ્લા નોરતે 21000 દીવડાની મહાઆરતીનું આયોજન; મહાઆરતી પછી ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા

પ્રતીકાત્મક તસવીર:હાલોલમાં છેલ્લા નોરતે 21000 દીવડાની મહાઆરતીનું આયોજન; મહાઆરતી પછી ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા

હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે આજે નવરાત્રિના છેલ્લા નોરતે ગરબા પહેલા 21000 દીવડાઓની મહાઆરતીનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ક્લાસિકલ અને આદિવાસી લોક નૃત્યની ભારત નાટ્યમ તથા કૈલારીપૈયમની સંસ્કૃતિને ઉજાગર કરી આ જિલ્લાનું નામ દેશ વિદેશમાં રોશન કરનાર નૃત્યકાર ભરત બરીઆ અને અક્ષય પટેલે નૃત્યવલીના કલાકારો સાથે મહા આરતીના કાર્યક્રમમાં નૃત્ય કરી માઁ શક્તિની ભકતી અને આરાધના કરી હતી.

આસો નવરાત્રિના અંતિમ નોરતે હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે ખેલૈયાઓ અને હજારોની જનમેદનીને ઉત્સવોની જેમ ઉજવાતા ભારતીય સંસ્કૃતિના તહેવારોમાં ક્યાંક સંસ્કારો લુપ્ત ન થાય

તે માટે ખેલૈયાઓ નવરાત્રિના છેલ્લા દિવસના ગરબા રમેં તે પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

અનેક મહાનુભાવો અને અખિલ ભારતીય હિન્દૂ ધર્મ સેનાના સંતો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ધાર્મિક પ્રસંગો વર્ણવતા સાંસ્કૃતિક લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના રતન અને જિલ્લાનું નામ પોતાની નૃત્યકળા અને આદિવાસી નૃત્યકળા દ્વારા દેશ વિદેશમાં ઉજાગર કરતા ભરત બારીઆએ આ પ્રસંગે તાજેતરમાં થયેલી મોદી સાથેની મુલાકાતનું વર્ણન કરતા ભાવુક બન્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ માતાજીની 21000 દીવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી

અને ત્યારબાદ ખેલૈયાઓએ મન મુકીને છેલ્લા ગરબે ઘૂમ્યા હતા.

આયોજકોએ આ સમગ્ર કાર્યક્રમને પાવાગઢ મહાકાળી મંદિરના શિખર ઉપર 500 વર્ષ પછી થયેલા ધ્વજારોહણને સમર્પિત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp