ગોધરામાં પુત્રીને કાઢી મૂકી જમાઇ બીજી છોકરી સાથે ભાગી જતાં ભારે આઘાતમાં પિતાનું મોત

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં પુત્રીને કાઢી મૂકી જમાઇ બીજી છોકરી સાથે ભાગી જતાં ભારે આઘાતમાં પિતાનું મોત

ગોધરામાં પુત્રીને કાઢી મૂકી જમાઇ બીજી છોકરી સાથે ભાગી જતાં ભારે આઘાતમાં પિતાનું મોત

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં પુત્રીને કાઢી મૂકી જમાઇ બીજી છોકરી સાથે ભાગી જતાં ભારે આઘાતમાં પિતાનું મોત
પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં પુત્રીને કાઢી મૂકી જમાઇ બીજી છોકરી સાથે ભાગી જતાં ભારે આઘાતમાં પિતાનું મોત

 

ગોધરામાં પતિ તથા તેના પરિવારે પરિણીતાને પહેરેલે કપડે બહાર કાઢી મુકીને પતિ અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો.

પોતાની પુત્રીનો ઘરસંસાર ઉજળી જતાં પુત્રીને ન્યાય અપાવવા કોર્ટ કાર્યવાહી કરવા પિતા વકીલની અોફિસમાં જતાં પિતાને અાઘાત લાગતાં હાર્ટઅેટેકથી મૃત્યુ પામ્યા હતા.

પરિણીતાઅે ફરિયાદ અાપવા છતાં પોલીસે રાજકીય દબાણના કારણે હજુ કોઇ કાર્યવાહી કરી ન હોવાના અાક્ષેપ કરતી રજૂઅાત કરી હતી.

ત્યારે યુવક સગાઇ કરેલ યુવતીને ભગાડીને લઇ જતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ગોધરાના અાનંદ નગર સોસાયટીના નયનભાઇ મહેન્દ્રભાઇ મુલચંદાણી સાથે 2021ના જૂન માસમાં નીશાબેન ભોજરાભાઇ ચાંદવાણીના લગ્ન થયા હતા.

લગ્નના 4 માસ બાદ પતિ નયન દારૂ પીને અાવીને નીશાબેન સાથે મારઝુડ કરીને કહેતો હતો કે તું મને ગમતી નથી,

મારે બીજી પત્ની લાવવાની છે. સાથે તેના સસરા મહેન્દ્રભાઇ, સાસુ લીલાબેન, દિયર રવિભાઇ, યોગેશભાઇ તથા ગોપાલભાઇ, દેરાણી સુમનબેન તથા કાકા સસરા ગોપાલભાઇ પરિણીતાને ‘તું દહેજ લઇને અાવે તો તને રાખીશું,

નહિ તો તને છૂટાછેડા અાપી દઇશું’ તેમ કહીને મેણાં ટોણાં મારીને શારીરિક અને માનસિક ત્રાસ અાપતા હતા.

2022ના અોગસ્ટની 20 મીઅે પરિણીતાના પતિ નયને દારૂ પીને અાવીને મારઝૂડ કરીને તેને પહેરેલે કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી.

પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ હતો. અા અંગેની ફરિયાદ ગોધરા મહિલા પોલીસ મથકે પરિણીતાઅે નોંધાવી હતી.

પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ નયન અન્ય યુવતીને ભગાડીને લઇ ગયો.

ભાગી જનાર યુવતીની પણ સગાઇ થયેલી હોવા છતાં તે પતિ સાથે ભાગી ગઇ હોવાનો પરિણીતાઅે અાક્ષેપ કર્યો છે.

પોતાની પુત્રીને પતિ તથા સાસરિયાઅોઅે કાઢી મૂકતાં અને જમાઇ અન્ય યુવતી સાથે ભાગી જતાં પિતાને લાગી અાવ્યું હતું.

પુત્રી સાથે થયેલ વર્તનથી અાઘાત લાગતાં પુત્રીને ન્યાય અપાવવા વકીલની અોફિસમાં ગયેલા પિતાનું હાર્ટઅેટેકથી મોત થયું હતું.

આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.

મેં છૂટાછેડાના કાગળ પર સહી કરવાની ના પાડી તો મને મારી..

20-8-22ના રોજ મારા પતિ નયને ‘મારી અોફિસની છોકરી સાથે મને લવ છે તો છૂટાછેડાના કાગળ પર સહી કર’ તેમ કહીને મને મારી હતી.

મેં ના પાડતાં મને પહેરેલે કપડે કાઢી મૂકી હતી. મને ખબર પડી કે નયન બીજી છોકરીને લઇને ભાગી ગયો છે.

ઇન્સ્ટાગ્રામ પર બંનેઅે પોતાના ફોટા જાહેર કર્યા હતા. મેં મહિલા પોલીસમાં અરજી અાપી હતી.

સાસરિયાં સમાધાન કરવા દબાણ કરતા હતા. રાજકીય દબાણથી પોલીસ કોઇ કાર્યવાહી કરતી ન હતી.

અાખરે હું અને મારા પપ્પા કોર્ટમાં દાવો કરવા વકીલની અોફિસે ગયા હતા.

ત્યાં મારા પપ્પા અાઘાતના કારણે હાર્ટઅેટેકમાં મૃત્યુ પામ્યા હતા.

જિલ્લા પોલીસવડાને રજૂઅાત બાદ મારી ફરિયાદ નોંધાઇ. }(નિશાબેન મુલચંદાણી)

રાજકીય દબાણથી પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી…

ગોધરામાં છુટાછેડા અાપ્યા ન હોવા છતાં યુવક પત્નીને કાઢી મૂકીને અન્ય યુવતી સાથે ભાગી જતાં તેના અાઘાતમાં પિતાના મોત બાદ પરિણીતાએ જિલ્લા પોલીસ વડાને અરજી અાપવા છતાં રાજકીય દબાણથી અાજદિન સુધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી તેવા અાક્ષેપ સાથે લેખિત રજૂઅાત કરી હતી.

જેમાં જણાવેલ કે પરિણીતાના પતિ નયને મારે મારી ઓફિસની છોકરી સાથે લગ્ન કરવા છે.

તું અા છુટાછેડાના કાગળ ઉપર સહિ કરી અાપ તેવંુ કહેતાં પરિણીતાઅે સહી કરી ન હતી.

આથી પતિએ તેને જાનથી મારવાની ધમકી અાપી હતી.

પરિણીતાને ઘરમાંથી કાઢી મુકયા બાદ નયન તેની પ્રેમિકા સાથે બીજા લગ્ન કરવા ભાગી ગયો હતો.

તે બાબતની અરજી પોલીસ મથકે અાપી હતી.

પતિ નયને યુવતી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રેમિકાઅે મિસિસ મુલચંદાણી લખ્યંુ હોવાનું રજૂઅાતમાં જણાવ્યું હતું.

છૂટાછેડા થયા ન હોવા છતાં અન્ય યુવતીઅે પોતાનો કાયદેસરનો પતિ છે તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હોવાનો અાક્ષેપ પરિણીતાએ કર્યો હતો.

પરિણીતાઅે મહિલા પોલીસ મથકે 28 અોગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ સાસરી પક્ષના સગા રાજકીય અાગેવાન હોવાથી તેઅોના રાજકીય દબાણથી પોલીસે અાજદિન સુધી કોઇ કાર્યવાહી કરી ન હોવાનો અાક્ષેપ રજૂઅાતમાં કરીને ન્યાય અપાવવાની જિલ્લા પોલીસવડાને પરિણીતાઅે અાજીજી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp