પંચમહાલ-દાહોદના ચાચર ચોકો ગરબાની રમઝટ જમાવવા તૈયાર

પ્રતીકાત્મક તસવીર:પંચમહાલ-દાહોદના ચાચર ચોકો ગરબાની રમઝટ જમાવવા તૈયાર

પંચમહાલ-દાહોદના ચાચર ચોકો ગરબાની રમઝટ જમાવવા તૈયાર

પ્રતીકાત્મક તસવીર:પંચમહાલ-દાહોદના ચાચર ચોકો ગરબાની રમઝટ જમાવવા તૈયાર
પ્રતીકાત્મક તસવીર:પંચમહાલ-દાહોદના ચાચર ચોકો ગરબાની રમઝટ જમાવવા તૈયાર

 

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે તહેવારો સહિતના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવવમાં અાવ્યો હતો.

જેના કારણે ગુજરાતનો સાૈથી મોટો નૃત્ય મહોત્સવ અેટલે નવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવી ન હતી.

રાજ્યના મોટા ભાગના મંદિરો પણ બંધ રહ્યા હતા. જેને લઇને લોકોએ પોતાના ઘરે જ પૂજા અર્ચના કરીને નવરાત્રીનો પર્વ ઉજવવો પડ્યો હતો.

ત્યાર બાદ વર્ષે 2021માં સ્થિતિ સામાન્ય થતા ગુજરાત સરકારે ફક્ત શેરી ગરબાને મંજૂરી આપી છે.

જેને કારણે મોટા મેદાનમાં થતા ગરબાની રમઝટ જોવા મળી ન હતી.

અાગામી તા. 26 સપ્ટે સોમવારથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

ચણીયા ચોળી સહિત માતાજીના શણગાર સહિત ગરબાથી બજાર સજ્જ જોવા મળી રહ્યુ છે.

ગોધરામાં આધ્યશક્તિના નવલી નવરાત્રી પર્વને રાસ ગરબાના તાલે ઉજવવા માટે હિલોળા મારતુ યૈવાનધન પણ તૈયારીઅોમાં લાગી ગયુ છે.

સાથે સાથે વિશ્વકર્મા ચોક, પ્રભાકુંજ સોસાયટી, પોલીસ હેડ ક્વાર્ટર, કાછીયાવાડ, મોચીવાડ, ચાચર ચોક, સોસાયટી વિસ્તાર સહિત ગરબે ઘુમવા આતુર ખેલૈયાઅોને તકલીફ ન પડે તે માટે ગ્રાઉન્ડને સાફ સુફ કરવા, લાઇટીંગ ઉપરાંતની સજાવટ સાથે આખરી ઓપ અાપવા માટે તૈયારીઅો પૂરજોશમાં ચાલી રહી છે.

હાલોલ, કાલોલ, શહેરા સહિત ગ્રામ્યમાં નાના મોટા ગરબા મંડળો દ્વારા તૈયારીઅો પૂરજોશમાં કરવામાં અાવી રહી છે.

દાહોદમાં નવરાત્રી પર્વને લઇને ગરબી તથા માની મૂર્તિની ખરીદીમાં વ્યસ્ત બન્યાં ભક્તો

26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છિદ્રોવાળા ગરબીનું વેચાણ થતું હોય છે.

જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મુકી તેની ઉપર કોડીયું રાખીને તેમાં ઘીનો દિવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે.

ભાવિકો ખુબ જ શ્રધ્ધાથી માટીના દેશી ગરબીની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે.

ત્યારે નવરાત્રી પૂર્વે રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છિદ્રોવાળી ગરબીનું વેચાણ અર્થે સજાવી મુકતા ભાવિકોએ તેની ખરીદી કરતાં જોવા મળ્યા હતા.

ત્યારે સ્ટેશન રોડ ઉપર કેટલાક મુર્તિના વેપારીઓ દ્વારા માતાજીની મૂર્તિ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

હવે કોમર્શિયલ ગરબામુક્ત બન્યું છે ગોધરા નગર

ગોધરાની શેરી ગરબા સંવર્ધન સમિતિના “ મારી દીકરી મારી આંખ સામે અને મારો પરિવાર મારા આંગણે” આ સૂત્રના સતત પ્રયત્નોથી ગોધરા નગર ગુજરાતનું પહેલું કોમર્શિયલ ગરબા મુક્ત નગર થયું છે.

અને આજે ગોધરામાં 80થી વધુ જેટલા સ્થળોએ શેરી ગરબા સફળતા પૂર્વક થઈ રહ્યા છે.

આજે પણ શેરી ગરબા સંવર્ધન સમિતિ ગોધરાના તમામ મંડળોની સાથે છે.

મંડળોની કોઈ પણ મુશ્કેલી હોય તો સમિતિના સભ્યો તુરંત પહોંચી તેનો યોગ્ય નિકાલ કરે છે. – આશિત ભટ્ટ, અધ્યક્ષ,શેરી ગરબા સંવર્ધન સમિતિ, ગોધરા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp