500થી વધુ વૃદ્ધોને વિદ્યાર્થીઓએ દવાને લગતી એપ-હેલ્પલાઇનની સમજ આપી

પ્રતીકાત્મક તસવીર:500થી વધુ વૃદ્ધોને વિદ્યાર્થીઓએ દવાને લગતી એપ-હેલ્પલાઇનની સમજ આપી

500થી વધુ વૃદ્ધોને વિદ્યાર્થીઓએ દવાને લગતી એપ-હેલ્પલાઇનની સમજ આપી

પ્રતીકાત્મક તસવીર:500થી વધુ વૃદ્ધોને વિદ્યાર્થીઓએ દવાને લગતી એપ-હેલ્પલાઇનની સમજ આપી
પ્રતીકાત્મક તસવીર:500થી વધુ વૃદ્ધોને વિદ્યાર્થીઓએ દવાને લગતી એપ-હેલ્પલાઇનની સમજ આપી

 

 

1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ચાલુ વર્ષે ‘બદલાતા વિશ્વમાં વૃદ્ધ વ્યક્તિની સ્થિતિ સ્થાપકતા’ થીમ પર વડોદરા સહિત વિશ્વભરમાં ઉજવણી કરાઈ હતી.

મ.સ. યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં 500 વૃદ્ધોને મળીને રસી, પેન્શન, દવા સંબંધિત એપ્લિકેશન, હેલ્પલાઈન નંબર સહિતની યોજનાની માહિતી આપી હતી.

મ.સ.યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનનાં એચઓડી ડો.અવની મણિયારે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ નિમિત્તે શહેરમાં 1 ઓક્ટોબરના રોજ વડોદરાના વિવિધ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા દ્વારા પસાર થયેલા ઠરાવ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ તરીકે વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2022ના વર્ષે પણ ‘બદલાતા વિશ્વમાં વૃદ્ધ વ્યક્તિઓની સ્થિતિ સ્થાપકતા’ થીમ પર અનેક શૈક્ષણિક, બિનશૈક્ષણિક અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ડો.અવની મણિયારે વધુમાં જણાવ્યું હતું કે, એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગ દ્વારા 1 ઓક્ટોબરના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં 400 થી 500 વૃદ્ધજનોને મળીને તેમને જીવન ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

આ માહિતી અંગે સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ, વિભાગનાં વડાં ડો.અવની મણિયાર, મદદનીશ અધ્યાપક ડો.સારીકા પટેલ અને ચંદ્રિકકુમાર રાજદીપના માર્ગદર્શન હેઠળ એક બ્રોશર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

જે બ્રોશર સાથે રાખીને વિદ્યાર્થીઓ કમાટીબાગ, ગોરવા, રાવપુરા, માંજલપુર અને કારેલીબાગ સહિત વિવિધ વિસ્તારોમાં પહોંચીને અંદાજિત 400 થી 500 વૃદ્ધજનોને મળીને માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓએ સિનિયર સિટીઝનને બ્રોશર થકી યોજનાઓ સમજાવાઈ

વિદ્યાર્થીઓ દ્વારા વૃદ્ધજનોને બ્રોશર આપીને રસીઓની માહિતી, મનોરંજન, શોપિંગ, ધર્મ, સ્વાસ્થ્ય અને દવાઓ સંબંધીત મોબાઈલ એપ્લિકેશન, સંકટ સમયે ઉપયોગી હેલ્પ લાઈન નંબર, પેન્શન અને બેંક સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp