કાંકરેજ તાલુકા જ્યુડિશિયલ કોર્ટ દ્વારા બાળ લગ્ન એ કાનુની ગુનો બને છે એ અંતર્ગત રેલી યોજાઈ…..

પ્રાપ્ત વિગતો અનુસાર નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય અન્વયે નામદાર ગુજરાત હાઈ કોર્ટ તેમજ નામદાર સેશન્સ કોર્ટ સહિત કાંકરેજ તાલુકા ની નામદાર જયુડિશિયલ કોર્ટ ના જજ શ્રી પટેલ સાહેબ ના આદેશ દ્વારા બાળ લગ્ન કરવા એ ગુનો બને છે
ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે
જેમાં શિહોરી કોર્ટ માં થી બાઈક રેલી યોજાઈ ને કોર્ટ પરિસર થઈ ને તાલુકા પંચાયત કચેરી ખાતે થઈ પોલીસ સ્ટેશન પાસે થી કોર્ટ માં પરત ફરી હતી…
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ૨૧ વર્ષ થી નાની ઉંમરે છોકરા ના લગ્ન કરવા એ કાયદેસર રીતે બાળ લગ્ન નો ગુનો બને છે
જ્યારે ૧૮ વર્ષ થી નાની ઉંમરે છોકરી ના લગ્ન કરવા એ પણ ગુનો બને છે
ત્યારે અગાઉ પણ અનેક આવા લોકો ઉપર બાળ લગ્ન કરવા ના કેસો નોંધાયા છે
ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે એક નવી પેઢી માટે કાળજી રાખીને યોગ્ય સમયે જ લગ્ન કરવા એ માટે બાળ લગ્ન કરાવવા માં સહભાગી કે હિસ્સેદાર કોઈ પણ બે વ્યકિત ને બે વર્ષ સુધી ની જેલ અને રૂપીયા એક લાખ સુધીનો દંડ થઇ શકે છે.
ત્યારે હવે. (યુથ એંગેજમેન્ટ એન્ડ અવરનેસ ઓન ચાઈલ્ડ મેરેજ ) એ જોઈન્ટ ઇન્સ્ટેટીવ ઓફ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓર્થોરિટી એન્ડ કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રનસ ફાઉન્ડેશન એન એપલમેન્ટન પાર્ટનર ઓર્ગેનાઈઝેસન દ્વારા જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર ન્યાય સંકુલ બિલ્ડિંગ ભોંયરામાં ડીસ્ટ્રી કોર્ટ પાસે જોરાવર પેલેસ પાલનપુર ખાતે આવેલ ઓફીસ પર આવા બનાવો અંગે જાણકારી આપી શકાય છે
(૧) ચાઈલ્ડ લાઈન. સંપર્ક નંબર.૧૦૯૮
(૨) અભ્યમ મહિલા હેલપલાઇન નંબર.૧૮૧
(૩) બાળ કલ્યાણ સમિતી (પાલનપુર જીલ્લા કક્ષાએ) ૦૨૭૪૨
(૪) પોલીસ.. સંપર્ક .૧૦૦
(૫) ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (DLSA) ૧૮૦૦.૨૩૩.૭૯૬૬
(૬) સબંધિત જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ (GSLSA) સંપર્ક ૧૫૧૦૦ ઉપર કરવા માટે જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઈહતી…
જેમાંકાંકરેજતાલુકાબારએસોસીયશનનાધારાશાસ્ત્રીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા
ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે રેલી યોજી ને લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું
જેમાં ખાસ કરીને શિહોરી જ્યુડીશિયલ કોર્ટના કર્મચારીઓ દ્વારા ખાસ કરીને આ ઝુંબેશ અંતર્ગત જાગૃતિ માટે પ્રયાસો કર્યા હતા….