સંતરામપુર : નગરપાલિકા દ્વારા થતા વિકાસનાં કામો હલકી ગુણવત્તા વાળા ને હલકી કક્ષાનાં થતાં હોઈ તપાસ ની માંગ…
સંતરામપુર નગરપાલિકા દ્વારા થતા વિકાસનાં રોડ રસ્તા ને અન્ય કામો હલકી ગુણવત્તા વાળા ને હલકી કક્ષાનાં થતાં હોઈ
અને સરકારી વિકાસ ની ગ્રાન્ટ મા હયગય કરાતી હોઈ તપાસ ની માંગ…
નગરમાં ચીબોટા પુલ થી બારીકોટા આરસીસી રોડ બન્યો જજૅરીત અને ભંગાર…….
ગુજરાત ની આ સરકાર દ્વારા ભય,ભુખ અને ભષ્ટ્રાચાર દુર કરવાની અને વચેટિયા નાબૂદ કરવાની જે ગુલબાંગો પોકારે છે
પરંતુ આ સંતરામપુર નગરપાલિકા ના વહીવટની અને કરાયેલ વિકાસ ના કામો ની ઉચ્ચ સ્તરીય તપાસ જો કરાય તો ભષ્ટ્રાચાર ની ને ગેરરીતિઓ બહાર આવે તેમ છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચીબોટા નદી પુલ ના છેડા થી બારીકોટ તરફ જતો આર.સી.સી.રોડ જે પોલ ફેક્ટરી સુધી નો નવીન રોડ એજન્સી દ્વારા
કામગીરી હલકી કક્ષાની અને પ્લાન એસટીમેન્ટ મુજબ નહીં કરાતાં
આ રોડ ફકત સાત મહિના માં જ ભંગાર અને જજૅરીત હાલતમાં જોવા મળે છે.
અને આ આર.સી.સી.સીમેન્ટ રોડ મા વાપરેલ કપચી-ગ્રીટ બહાર આવી ગયેલી જોવા મળે છે.
તેમજ આ રોડ બનાવનાર એજન્સી દ્વારા નગરના વિવિધ યોજનાઓ હેઠળ ના કામો માં સીમેન્ટ ૫૩ ગ્રેડ નો સારી ક્વોલિટી નો નહીં વાપરીને
અન્ય કંપની નો ૪૩ ગ્રેડ નો સીમેન્ટ વાપરી હલકી કક્ષાની કામગીરી કરતા હોવાનું નગરમાં ચર્ચાઈ રહેલ છે.
આ બારીકોટા રોડ નવીન બનાવ્યા બાદ બીજા જ મહિને રોડ જજૅરીત હાલતમાં થવા પામેલ અને રોડની કપચી ગ્રીટ બહાર નિકળવા માડેલ…
તેમ છતાં પણ નગર પાલિકા સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરતા શંકા કુશંકા જોવા મળે છે.
નગરપાલિકા સંતરામપુર દ્વારા રસ્તા ના અપાતાં કોન્ટ્રાકટ માં જે નવીન રોડ બને તેવા રોડ.. રસ્તાની નિભાવણી અને જરુરી મરામતની કામગીરી જે-તે એજન્સી કોન્ટ્રાકટરે ત્રણ વરસ સુધી કરવાની હોય છે..
ત્યારે સંતરામપુર નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર દીવાળી પછી બનેલ આ બારીકોટા રોડ ની પ્રત્યક્ષ મુલાકાત લઈ ને રોડનું નિરિક્ષણ કરી
અને આ ભંગાર થઈ રહેલ આર.સી.સીરોડ ની હાલત જોઈને આ કામ ના ટેન્ડર ની શરત અનુસાર આ રોડ કોન્ટ્રાકટર પાસે પુનઃ આ રોડ બનાવડાવીને
આ બારીકોટા વિસ્તાર ના નગરપાલિકા ના રહીશોને ટકાઉ અને સારા રોડ ની સુવિધા ઉપલબ્ધ કરાવશે ખરી???
કે પછી સબ ચાલતા હૈ ની નીતિ અપનાવશે તે લોકોમા ચર્ચા નો વિષય બનેલ જોવા મળે છે..