સરકારી કચેરીઓમાં દિવાળીની ભેટ-સોગાદો પર ACBની નજર

દિવાળીનો તહેવાર આવતા જ ભેટ-સોગાદોની આપ-લે શરૂ ગઈ છે.
ત્યારે સરકારી કચેરીઓમાં પણ અધિકારી-કર્મચારીઓને દિવાળી નિમિતે ભેટ સોગાદો આવતી હોય છે.
વર્ષ દરમિયાન અધિકારીઓ પાસેથી કામ લેતી એજન્સીઓ, બિઝનેસમેન, કોર્પોરેટ ઓફીસો, કોન્ટ્રોક્ટર્સ બધા ભેટ-સોગાદ મોકલતા હોય છે.
જોકે સરકારી અધિકારી તરીકે આ રીતે લેવાતી શુભેચ્છા ભેટ સોગાદો પણ ભ્રષ્ટાચારનો એક હિસ્સો છે.
જેમાં ઘણા અધિકારીઓ રોકડા રૂપિયા, દાગીના, પ્રવાસનો ખર્ચ, કોઈ મોંઘી વસ્તુ કે વાઉચર લેતા હોય છે.
ત્યારે દિવાળીને નિમિતે ભેટ-સોગાદો તરીકે લાંચ લેતા અધિકારીઓ પર એસીબીની વોચ રહેશે.
જેને લઈને એસીબી પોલીસ સ્ટેશનનમાં ખાસ ટીમ તૈયાર કરી દેવાઈ છે.
જે આ પ્રકારે લાંચની પ્રવૃતિ કરતાં અધિકારી-કર્મચારીઓ પર ખાનગી રાહે નજર રાખશે.
જો કોઈ અધિકારી-કર્મચારી આ પ્રકારે લાંચ લેતા ઝડપાશે તો તેના વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
દિવાળી આવે એટલે કામ કઢાવવા માટે ગીફ્ટ આપવાનો રીવાઝ પ્રચલિત છે.
ત્યારે સરકારી કચેરીઓમાં પણ આ પ્રથા ચાલતી આવે છે જેને લઇ એસીબી સતર્ક છે.