મહીસાગર : કડાણા ગામે ઇષ્ટદેવશ્રી ઍકલિંગજી મહાદેવ મંદિરે ગંગા સપ્તમી ના દિવસે ૧૯ માં પાટોત્સવની ઉજવણી
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડાણા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇષ્ટદેવશ્રી ઍકલિંગજી મહાદેવ મંદિરે વૈશાખ સુદ સાતમ ગંગા સપ્તમી ના દિવસે ૧૯ માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.
જેમાં યજમાન શ્રી પ્રશાંતભાઈ ભરતભાઈ પંડ્યા દ્વારા મંદિરે લઘુરુદ્ર તથા મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું.
શાસ્ત્રીશ્રી ભદ્રેશભાઈ સી.રાવલ તથા અન્ય ભૂદેવો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી.જેમાં સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી
પાટોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.