મોડાસા ન્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ નું ગૌરવ.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ
અને ધોરણ 12 કોમર્સ (ઇંગ્લીશ મીડીયમ) માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી મોહમ્મદ અરમાન મોહમ્મદ સાદીક શેખ 5th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-19 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે
આ સિઝનનું મોહમ્મદ અરમાન નો આ અંડર-19 કેટેગરીમાં ગોલ્ડ મેડલનું બીજું ટાઇટલ છે( ત્રણ સિલ્વર)
આ સ્પર્ધાનું આયોજન તારીખ 03/08/2023 થી 06/08/2023 વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું
શેખ મોહમ્મદ અરમાન ના શાનદાર પ્રદર્શનનો ફાળો તેમના કોચ મજહર સુથાર, મહાવીર સિંહ કુપાવત ને જાય છે
આમ આ સિદ્ધિ મેળવવા બદલ શેખ મોહમ્મદ અમાનને સમગ્ર શાળા પરિવાર
ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંચાલક હરેશભાઈ પટેલ, જાવેદ ભાઈ સુથાર, શફીક શેખ ,
શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ પટેલ, કોચ મજહર સુથાર, મહાવીરસિંહ કુપાવત તેમજ
જિલ્લાના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે