શિહોરામાં તમાકુના પાકમાં ઈયળનો ઉપદ્રવ

પ્રતીકાત્મક તસવીર:શિહોરામાં તમાકુના પાકમાં ઈયળનો ઉપદ્રવ

શિહોરામાં તમાકુના પાકમાં ઈયળનો ઉપદ્રવ

પ્રતીકાત્મક તસવીર:શિહોરામાં તમાકુના પાકમાં ઈયળનો ઉપદ્રવ
પ્રતીકાત્મક તસવીર:શિહોરામાં તમાકુના પાકમાં ઈયળનો ઉપદ્રવ

 

ડેસર તાલુકાના જુના, નવા સિહોરા, ગોરસણ, પ્રતાપપુરા રાજપુર સહિતના ખેડૂતો માથે ઈયળ રૂપિ આફત આવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

કુદરતી આફતો સાથે ખેડૂતોને ખૂબ જૂનો સંબંધ છે. માંડ માંડ વરસાદ વરસ્યો અને મલકાતા ચહેરે ખેડૂતોએ પોતાના ખેતરો તૈયાર કરી મોંઘા ભાવનું તમાકુનું દરૂ લાવી રોપણી કરાવી હતી.

રાત દિવસ મહા મહેનત કરી ખેતરો તૈયાર કર્યા હતા. ચોમાસાના પાણીની અસર જમીનમાં હજુ પૂરેપૂરી સુકાઈ નથી.

ત્યાં તો તમાકુના પાન કોરી ખાય તેવી ઇયળો ખેતરમાં પડતા ખેડૂતોના માથે વધુ એક વખત મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે.

એક જ રાતમાં મસ મોટા ખેતરોમાંથી ઇયળો તમાકુની રોપણીનો દાટ વાળી રહી છે. માંડ કુદરતી આફતોમાંથી બહાર આવેલા ખેડૂતો જણાવે છે કે મુસીબતો અમારો પીછો છોડવાનું નામ નથી લેતી.

ચોમાસા દરમિયાન કાગડોળે વરસાદની રાહ જોઈ.

પરંતુ જોઈએ તેટલો વરસાદના વરસતા અને બોર કૂવામાં પાણીના સ્તર નીચા જતા આખે આખું ચોમાસું સીઝન બરબાદ થયા બાદ છેલ્લે છેલ્લે કુદરતે સામે જોયું અને વાવણી લાયક વરસાદ વરસ્યો.

ત્યારે હવે વધુ એક વખત ખેતી બરબાદ કરવા માટે ઇયળનું આગમન થયું છે.

ડેસર તાલુકાના જુના સિહોરા નવા સિહોરા, ગોરસણ પ્રતાપપુરા રાજપુર સહિત પંથકમાં તમાકુમાં ઇયળોએ આંતક મચાવ્યો છે.

ખેડૂતો કંઈ સમજે તે પહેલા આખું ખેતર સફાચટ કરી નાખે છે.

મોંઘા ભાવની દવા લાવીને છંટકાવ કરવા છતાં તમાકુનો પાક બચાવી શક્યા નથી. વગર વરસાદે દિવેલાનો પાક સુકાઈ જવા પામ્યો હતો.

તે ખેતરમાંથી ખેડૂતોએ કાઢી નાંખીને ચોમાસાના છેલ્લા વરસાદે મોંઘા ભાવનું તમાકુનું દરૂ લાવી રોપણી કરી તે પણ ઈયળો એ દાટ વાળ્યો હતો.

શિહોરા વિસ્તારના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp