આઝાદીના પ્રવેશ દ્વાર દાંડીમાં ગાંધી જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ, ગાયક ભાવિન શાસ્ત્રીના ગીતોથી દાંડી 1930માં પહોચ્યું

ગુલામ ભારતને આઝાદી નું સોનેરું કિરણ આપનાર દેશના મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 153મી જન્મજયંતિ ને લઈને મીઠા સત્યાગ્રહના સાક્ષી દાંડી ગામે આઝાદી મળ્યા બાદ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી છે.
જેમાં બોલીવુડ અને ગુજરાતના ખ્યાતનામ ગાયક ભાવિન શાસ્ત્રીની શબ્દોની શુરાવલીએ. હાજર સૌ 1930ની એ અંગ્રેજો સામેની લડાઈના ભાગ એવા નમક સત્યાગ્રહ નાં સમયમાં પહોચી ગયા હોય તેવો અહેસાસ થયો હતો.
ગુજરાત ના પનોતા પુત્ર અને વિશ્વ વંદનીય એવા સાબરમતી ના સંત ગાંધીબાપુ ની જન્મ જયંતિ નિમિતે ઉજવણી આઝાદી ના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા દાંડી મુકામે કરવામાં આવી હતી
ઇ.સ 1930માં મીઠાના કણ એ અંગ્રેજી શાશન ને લૂણો લગાડી ને આઝાદી આપવામાં એક મહત્વ નું અંગ સાબિત થયું હતું
એવા પવિત્ર સ્થળે..બાપુની યાદ માં ફેમસ ગાયિકા ભાવિન શાસ્ત્રીના સંગીત ના તાલે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા ..
સાથે રાજ્યના આદિજાતિ અને પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પણ મંત્રી પણ બાપુની જયંતિ નિમિતે વિશેષ હાજરી આપી સાથે બાપુના જીવનને યાદ કરી એમાંથી વિશેષ પ્રસંગોને યાદ કર્યા હતાં